તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભચાઉમાં પાડોશી વચ્ચે થયેલી મારામારીની પ્રતિ ફરિયાદ

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાસાજીગઢડામાં ભાઈ સાથે ઘયેલા ઝઘડાનું મનદુઃખ રાખી યુવાનને માર મરાયો

ભચાઉમાં પોડોસીઓ વચ્ચે થયેલા ઝઘડા બાબતે પ્રતિ ફરિયાદ નોંધાઇ હતી જ્યારે રાસાજીગઢડામાં ભાઈ સાથે થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી યુવાનને માર મરાતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે ભચાઉ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ શહેરના ભટ્ટપાળિયા વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે થયેલી મારામારી બાબતે ફરિયાદ નોંધાવ્યા બાદ સામ પક્ષે પ્રતિ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેમાં ખાનાભાઈ ગોકળભાઈ ફફલે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી શામજી રામજી મેરિયાએ ફરિયાદી સાથે ગલુડિયું મારી નાખવા બાબત3 બોલાચાલી કરી છરી વડે ઇજા કરી હતી અને તેના પિતા રામજી મેરિયાએ ફરિયાદીને માથાના ભાગે પથ્થરો માર્યા હતા. જ્યારે આરોપીઓ સાથે આવેલા 3 અજાણ્યા ઈસમોએ ફરિયાદી અને તેના પુત્રને ધોકા વડે માર માર્યો હતો.

તો બીજી તરફ બાલાસર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ રાપર તાલુકાના રાસાજીગઢડામાં રહેતા 23 વર્ષીય રમેશ ધરમશીભાઈ ભટ્ટીએ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયદીના ભાઈનો ઝઘડો આરોપી ભોજાભાઈ માધાભાઈ ભટ્ટી સાથે થયો હતો, જે બાબતનું મનદુઃખ રાખી આરોપીએ ભેઠ માંથી છરી કાઢી ફરિયાદી યુવનને મૂઢ માર માર્યો હતો. બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...