તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:મમુઆરા, હબાય અને પધ્ધર-નાની રેલડીના માર્ગોનું ખાતમુહૂર્ત

અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંજાર મતવિસ્તારમાં 34 કરોડના રસ્તાના કામો મંજુર થયા હોવાનું જણાવાયું

અંજાર મતવિસ્તારના અને ભુજ તાલુકાના મમુઆરા ગ્રામ ખાતે મમુઆરા એપ્રોચ રોડ, હબાય એપ્રોચ રોડ, પધ્ધર-નાની રેલડી રોડના કામનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે અંજાર વિધાનસભા મતવિસ્તારમાં પંચાયતના ઘણા રસ્તા મંજુર થયા છે. તેમાં નવાગામ, રાયપર, ખોખરાથી કનૈયાબે, નવાગામ ખીરાસરા, કુકમાં એપ્રોચ રોડ, રતનાલ એપ્રોચ રોડ, કોટડા સણોસરા, લાખોંદ કાળીતલાવડીથી ચપરેડી સુધીના રસ્તા મંજુર થઈ ગયેલ છે.

સ્ટેટના રસ્તા કુકમાં, ચકાર, ચંદીયા રોડ માટે સાડા સાત કરોડ મંજુર થયા છે. કનૈયાબે જવાહર નગર રોડ માટે 4.60 લાખ મંજુર થયા છે. ટપ્પર, ભીમસર, લાખાપર 21 કી. મી રોડના રસ્તા માટે સાડા છ કરોડ, અજાપર, મોડવદરથી મીઠી રોહર રોડ માટે સાડા ત્રણ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. આવી રીતે કુલ રૂ.34 કરોડના રસ્તાના કામ મંજુર થયા છે. આ વેળાએ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવાભાઈ શેઠ, ગિરીશભાઈ છેડા, કારોબારી સમિતિના ચેરમેન હરિભાઈ જાટીયા, સતીશભાઈ છાંગા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો