તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:અંજારમાં લોન ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન, ઇનામો અપાયા

અંજાર23 દિવસ પહેલા
 • કૉપી લિંક

અંજાર જિમખાના આયોજિત પૂર્વ કચ્છ લૉન ટેનિસ ટુર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડ પછી મહંત ત્રિકમદાસ મહારાજની અધ્યક્ષ સ્થાને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અથીતી વિશેષ તરીકે બી.એસ.એફના કમાન્ડન્ટ રાજેશ શર્મા અને તેમના પત્ની આશા શર્મા હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં સિંગલ્સમાં વિજેતા મન કોડવાની રહ્યા હતા. જ્યારે ડબલ્સમાં ચિરાગ ડોગ્રા એન્ડ પર્ટન વિજેતા થાય હતા. તેમને જીજ્ઞેશ દોશી એ ટ્રોફી આપી હતી, પ્રમુખ ડી.સી. ઠકકરે આ ટુર્નામેન્ટની માહિતી તેમજ ભવિષ્યમાં જિમખાના દ્વારા કરવામાં આવનાર વિકાસની માહિતી આપી હતી.

ટુર્નામેન્ટને સફળ બનાવવા સની કોડરાણી, શ્રેયાંશ પટેલ, કુશ ઠકકર, પંશુલ પોટા, આર્ય ઠકકર, પલ્લવ સોની, નીવ શેઠીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી. ગ્રાઉન્ડ બનાવનાર કોન્ટ્રાકટર હીરજીભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટુર્નામેન્ટના સ્પોન્સર જીજ્ઞેશ દોશી, ખોડુભા ચુડાસમા, ત્રિકમદાસ મહારાજને મોમેંટો આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો