ભારતીય પર ભરોસો:ભારતીય વેક્સિન પર ચાઈનીઝ યુવતીને વિશ્વાસ, અંજારમાં પ્રથમ ડોઝ લીધો

અંજાર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેક્સિન લઇ રહેલ ચીનની યુવતી. - Divya Bhaskar
વેક્સિન લઇ રહેલ ચીનની યુવતી.
  • કચ્છમાં ફરવા આવેલી યુવતીએ કોરોના રસી માટે જાતે જ ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ કરાવ્યું

ભારતીય કોરોનાની વેકસીનને અનેક દેશોએ માન્યતા આપી છે અને કોરોના પર તે ખૂબ અસરકરક હોવાનું પણ જણાવ્યું છે. તેવામાં જ્યાંથી કોરોના ઉદ્દભવ્યો છે તેવા ચાઇના માંથી ભારત ફરવા આવેલી યુવતીએ અંજાર તાલુકાના મેઘપર-બો. ખાતે આવેલા પીએચસી સેન્ટરમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈ ભારતીય વેકસીન પર વિશ્વાસ દેખાડ્યો હતો.

આ અંગે મેઘપર-બો. પીએચસી સેન્ટરના ડો. પાર્થ જાનીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, તેમના પીએચસી સેન્ટર ખાતે રિપબ્લિક ઓફ ચાઇનાના હેનાનની રહેવાસી 36 વર્ષીય રાઉન. યાનલી નામની યુવતીએ પોતાની રીતે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ભારતીય વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ અંગે યાનલીએ જણાવ્યું હતું કે, તે અહીં ફરવા આવી છે અને ભારતીય વેકસીન પર ભરોસો હોવાથી તેણે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વુહાન માંથી જ કોરોનાનો ઉદ્દભવ થયા બાદ સમગ્ર વિશ્વમાં મહામારીનો રૂપ ધારણ કરી અનેક લોકોનો જીવ ગયો છે અને ચીનની રસી લીધા બાદ પણ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે ભારતીય વેકસીન પર ભરોસો રાખી ચાઈનીઝ યુવતીએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. કચ્છમાં ફરવા આવેલી યુવતીએ કોરોના રસી માટે રજિસ્ટ્રેશન પણ જાતે જ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...