તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:અંજારમાં અંગ્રેજી માધ્યમની શાળામાંથી બાળકો રમત-ગમતના સાધનો ચોરી ગયા

અંજારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3 ચોર બાળકો સીસીટીવીમાં કેદ થયા, આચાર્ય દ્વારા પોલીસને જાણ કરાઈ

અંજારની અટલ બિહારી વાજપેયીના નામથી ઓળખાતી અંગ્રેજી માધ્યમની શાળામાં ધોળા દિવસે બારી માંથી 3 બાળકો દ્વારા રમત-ગમતના સાધનોની ચોરી કરવામાં આવી હતી. જે બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતા શાળાના આચાર્ય દ્વારા પોલીસને લેખિત જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે મળતી માહિતી મુજબ ગુરુવારે બપોરના 3-15 વાગ્યાના અરસામાં ત્રણ બાળકોએ અટલ બિહારી વાજપેયી અંગ્રેજી માધ્યમની શાળા ઓફિસની બારી ખોલી અને અન્ય લાકડીનો સહારો લઈ શાળા માંથી રમત-ગમતના સાધનોની ચોરી હતી.

જે બનાવ શાળા ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ બનાવ અંગે શાળાના આચાર્ય દ્વારા અંજાર પોલીસ મથક અને શાસનાધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. આ અંગે અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી જગદીશભાઈ પટેલનો સંપર્ક સાધતા તેમણે બનાવ બન્યો હોવા અંગે સમર્થન આપ્યું હતું અને તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે તેવું પણ જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે પ્રાથમિક શિક્ષણ હજુ પણ શાળામાં આપવામાં આવતું નથી તેવામાં બાળકો દ્વારા રમત-ગમતના સાધનોની ચોરી કરવામાં આવતા શુ આ બાળકો શાળાના જ વિદ્યાર્થી છે કે બહારના અન્ય બાળકો છે તે અંગેની ચર્ચાઓ પણ શિક્ષકોમાં ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો