તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બીજા ડોઝ માટે અંજાર નગરપાલિકામાં કેમ્પ યોજાયો, માત્ર 3 લોકો જ પહોંચ્યા

અંજાર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આડેધડ આયોજન કરાયું, લોકોને રસીકરણ થતું હોવાની જાણ પણ ન કરાઈ

અંજારના આરોગ્ય વિભાગ દ્વારા આડેધડ આયોજન કરાતું હોવાથી લોકો અવર-નવર પરેશાનીમાં મુકાયા તેવામાં રસી લેવા માટેની પડાપડી વચ્ચે અંજાર નગરપાલિકામાં બીજા ડોઝ માટેના રસીકરણ કેમ્પમાં માત્ર 3 લોકો જ રસી લેવા પહોંચતા આશ્ચર્ય સર્જાયું હતું.

ફ્રન્ટ લાઇન વોરિયર, 45 વર્ષથી વધુના લોકો કે જેમણે પહેલાથી કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. તેમના માટે નામજોગ 100 ડોઝ સાથેનો શનિવારે અંજારના આરોગ્ય વિભાગ દ્વારા પાલિકાના સભા ખંડમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નામજોગ યાદી આવી હોવા છતાં કોઈને પણ જાણ કરવામાં ન આવતા 100 ડોઝની સામે માત્ર 3 લોકો જ બીજો ડોઝ લેવા માટે પહોંચ્યા હતા. જેના કારણે વધી પડેલા ડોઝનો જથ્થો એક પરત મુકવો પડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અંજારમાં દરરોજ સાંજે સ્લોટ ખુલતાની સાથે જ આરોગ્ય વિભાગના કર્મીઓની મિલીભગતના કારણે માત્ર 2 મિનિટમાં જ જગ્યાઓ ફૂલ થઈ જાય છે પરિણામે લોકોને ન છૂટકે અંજારથી બહાર અન્યત્ર રસી લેવા માટે જવું પડી રહ્યું છે. તેવામાં અંજારમાં રસીનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં માત્ર બેદરકારીના કારણે લોકોને રસી અપાયા વગર જથ્થો પરત મુકવામાં આવતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...