તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ : ખદ:પધ્ધર અકસ્માતમાં ભાઇ બાદ બહેનનું સારવાર વેળાએ મોત

અંજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંજારના અજાપર ગામે યુવાનને સાપ કરડતા મૃત્યુ

ભુજ તાલુકાના પધ્ધર પાસે પરપ્રાંતિય પરીવારનો એક વર્ષીય બાળક અને પાંચ વર્ષીય બાળકી રોડ સાઇડે જઇ રહ્યા હતા ત્યારે શુક્રવારે વેગનઆરના ચાલકે ટક્કર મારતા મોત થયું હતું ત્યારે તેની બહેન સારવાર તળે ખસેડાઇ હતી, જેણે શનિવારે દમ તોડી દીધો હતો. તો બીજી તરફ અંજાર તાલુકાના અજાપર ગામે ખાનગી કંપની પાસે યુવાનને સાપ કરડતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું.પધ્ધર પુલ પાસે શુક્રવારે સવારે જીજે 03 7038 નંબરની વેગનઆર કારના ચાલકે રોડ સાઇડે જઇ રહેલા ભાઇ બહેનને ટક્કર મારી હતી. એક વર્ષીય ભાઇનું મોત નિપજ્યુ઼ હતું. તો પાંચ વર્ષીય નાથુ બહેનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.

પધ્ધર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધવા સહિતની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ તા. 4/12ના બપોરે 1-30 વાગ્યાના અરસામાં અજાપર ગામે રહેતો 20 વર્ષીય ગંગાધર દુર્યોધન મણિક એસાઈપીએલ કંપની માંથી બહાર આવી રહ્યો હતો ત્યારે તેને સાપ કરડી જતા તેને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો