તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજાર:મેઘપર-બો.માં બંધ ઘરનું તાળું તોડી રૂ. 1.65 લાખના દાગીનાની તસ્કરી

અંજાર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચોરોએ ઘરમાં રાખેલા લોખંડના કબાટને તોડી ઉઠાંતરી કરી

અંજાર તાલુકાના મેઘપર-બો.માં ચોરોએ બંધઘરને નિશાન બનાવી રૂ. 1.65 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી જતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મેઘપર-બો.ના લીલાશા કુટિયા પાછળની આશાપુરા સોસાયટીના મકાન નં. 111માં રહેતી 20 વર્ષીય ખમાબા અજીતસિંહ પરમારની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીના માતા પિતા વતનમાં ગયા હોવાથી ફરિયાદી તથા તેના 2 ભાઈ-બહેન અંતરજાળ માસીના ઘરે તા. 5/2ના રાત્રે ગયા હતા જ્યાંથી સવારે પરત આવતા તેમના ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરમાં જોતા લોખંડના કબાટને તોડી તેમાંથી રૂ. 62,000 મંગળસૂત્ર, રૂ. 37,500ની 6 નંગ વીંટી, રૂ. 25,000ની 2 જોડી બુટી, રૂ. 12,500ના 15 નંગ નાકના દાણા, રૂ. 12,500ની કાનની નખલી, રૂ. 15,000ના ચાંદીના સકળા તેમજ ઝાંઝરી મળી કુલ રૂ. 1,65,000ના મુદ્દામાલની ચોરી થઈ ગઈ હતી.

નાસિક ગયેલા પરિવારના ઘરમાં ચોરી
મેઘપર-બો.ના જ પુષ્પકોટેઝ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ કનૈયાલાલ દુબેએ ફરિયાદ નોંધાવી હતી કે, તે તેમના પરિવાર સહિત તા. 11/12ના નાસિક ગયા હતા. જ્યાંથી તા. 16/12ના પરત ફરતા ઘરમાંથી રૂ. 4000 રોકડા ઉપરાંત સોના-ચાંદીના દાગીના તેમજ સિલાઈ વગરના કપડાં, સાડી, શાલ, જેકેટ, કોટી વગેરે જેની કુલ કિંમત રૂ. 22,200 છે તેની ચોરી થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો