કાર્યવાહી:અંજારમાં બુટલેગરે ઘર બહાર પાર્ક કરેલા છકડામાંથી 1.42 લાખનો શરાબ ઝડપાયો

અંજાર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ મળ્યો પણ આરોપી ન મળતા પ્રશ્નાર્થ, પોલીસે ફરી મીઠી નજર રાખી હોવાની ચર્ચા

અંજારના કુખ્યાત દારૂના બુલેગરના ઘર નજીક સ્થાનિક પોલીસે દરોડો પાડી છકડામાં રાખેલો રૂ. 1.42 લાખના શરાબના જથ્થાને ઝડપી લીધો હતો પરંતુ પોલીસે ફરી માનીતા બુટલેગર પર મીઠી નજર રાખી આરોપીની દર્પકડ ન કરી હોવાની ચર્ચાઓ ઉઠી છે.આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસને બાતમી મળી હતી કે, નગરપાલિકા સામે રહેતો દારૂનો પ્રખ્યાત બુટલેગર રામજી ઉર્ફે રામલો ધુવાનો દીકરો સંજય અતુલ છકડામાં શરાબનો જથ્થો લાવી પોતાના ઘરે ઉતારી રહ્યો છે.

જે બાતમી આધારે પોલીસે દરોડો પાડી અતુલ છકડા માંથી રૂ. 1,42,800ના કિંમતની ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની 408 બોટલો ઝડપી લીધો હતી અને સાથે રૂ. 50 હજારની કિંમતના છકડા સહિત કુલ રૂ. 1,92,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરોડા દરમ્યાન આરોપી હાજર ન મળ્યો હોવાનું પોલીસનું કહેવું છે પરંતુ મોડી રાત્રે પાડવામાં આવેલા આ દરોડામાં પોલીસે આરોપી પર હાથ ફેરી તેને પકડ્યો ન હોવાની પણ શહેરમાં ચર્ચાઓ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...