બેઠક:લોકો કોરોનાની વેકસીન લે તે માટે ભાજપના કાર્યકરો ઘરે-ઘરે જશે

અંજાર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજાર ખાતે જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી
  • રાજ્ય સરકારને અભિનંદન આપતો ઠરાવ પસાર કરી, વિવિધ સૂચનાઓ અપાઈ

અંજાર ખાતે જિલ્લા ભાજપની કારોબારીની બેઠક મળી હતી. જેમાં લોકો વેકસીન લે તે માટે પક્ષના કાર્યકરો ઘરે-ઘરે જઈ લોકોને સજાગ કરવાની કામગીરી અંગેનો આયોજન ઘડવામાં આવ્યો હતો. સવારે 10-30 વાગ્યે અંજાર સ્થિત એપીએમસી હોલ ખાતે જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજવામા આવી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ અને કચ્છના પ્રભારી મંત્રી કીર્તિસિંહ વાઘેલાની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં પ્રથમ દીપપ્રાગટય કરવામાં આવ્યું હતુ.

તે બાદ અધ્યક્ષીય ઉદબોધન તથા માર્ગદર્શન તથા શોક ઠરાવ વાંચન અને પ્રદેશના ઠરાવોનું વાંચન કરવામા આવ્યુ હતુ. રાજય સરકારને અભિનંદન આપતો ઠરાવ પણ પસાર કરવામા આવ્યો હતો. મંડલ પ્રશિક્ષણ વર્ગ અંગેની સુચનાઓ અપાઈ હતી.

આ જિલ્લા કારોબારીમાં મહેન્દ્રભાઈ પટેલ (સંગઠન પ્રભારી કચ્છ), હિતેશભાઈ ચૌધરી, સાંસદ વિનોદભાઈ ચાવડા, વલમજીભાઈ હુંબલ, શીતલભાઈ શાહ તથા જયંતભાઈ માધાપરીયા, પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર, પ્રધ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, દિલીપભાઈ કારા, પારૂલબેન ત્રિવેદી, રમેશભાઈ મહેશ્વરી, જીવાભાઈ શેઠ, પંકજભાઈ મહેતા, પુનમબેન જાટ, છાયાબેન ગઢવી, વસંતભાઈ કોડરાણી, ભરતભાઇ શાહ સહિતના અપેક્ષીતો ઉપસ્થિતો રહ્યા હતા. આભારવિધી અંજાર તાલુકા ભાજપના પ્રમુખ શંભુભાઈ આહિરે કરી હતી.

નર્મદાના મુદ્દે રાજ્ય સરકારને અભિનંદન
જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ જયંત માધાપરિયાએ જિલ્લાના ઠરાવોના વાંચનમાં કચ્છના કૃષિ વિકાસ માટે નર્મદાના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીના પ્રસ્તાવનો સૈદ્ધાંતિક સ્વિકાર કરતા તેમજ કેનાલની પરિપૂર્ણતાને આડે આવતા તમામ વિઘ્નો ઝડપભેર ઉકેલ આવશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...