તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજાર નગરપાલિકા ચૂંટણી અનુસંધાને ફોર્મ ખેંચવાનો આખરી દિવસ હોવાથી રાજકીય દાવ-પેચો ચરમસીમાએ પહોંચ્યા હતા અને ધડાધડ વિકેટો પડતી હોય તેમ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપને 2 સીટો બિનહરફી મળી ગઈ હતી.
આ અંગે મળતી માહિતી મુજબ અંજાર પાલિકાની ચૂંટણી અનુલક્ષીને ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ દ્વારા દાવેદારી રજૂ કરવામાં આવી હતી. જે સંદર્ભે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોતા ભાજપના મોવાડિયાઓ દ્વારા રાજકીય દાવ રમવામાં આવ્યો હતો. જે સંદર્ભે વોર્ડ નં. 8 કે જેમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજયી બન્યા હતા અને જે કોંગ્રેસનો ગઢ કહેવાય છે તે વોર્ડના કોંગ્રેસના 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા સ્ત્રી અનામતની બે સીટો પર ભાજપના મહિલા ઉમેદવારો મીનાબેન મુકેશ દાંતણીયા અને રાજીબેન જેઠા અખીયાણી બિનહરીફ વિજયી બન્યા હતા.
કોંગ્રેસના 3 ઉમેદવારો પૈકી ગત ટર્મમાં વિપક્ષના નેતા રહેલા અકબરશા શેખે પણ ફોર્મ પરત ખેંચી લીધો હતો. તો બીજી તરફ બિનઅનુભવી આમ આદમી પાર્ટીના 5 દાવેદરોએ પણ ફોર્મ પરત ખેંચી લેતા હવે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું છે અને અંજાર નગરપાલિકાની 36 સીટો માટે 83 ઉમેદવારો હવે ચૂંટણી લડશે તે નક્કી થયું છે.
તાલુકા કે જિલ્લા પંચા.નું એક પણ ફોર્મ ન ખેંચાયું
એક તરફ જ્યાં પાલિકાની ચૂંટણી સંદર્ભે વાતાવરણ ગરમાયુ હતું ત્યાં બીજી તરફ તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી સંદર્ભે વાતાવરણ એકદમ શાંત દેખાયું હતું. પાલિકા સંદર્ભે એક સાથે 8 ફોર્મ પરત ખેંચતા ભાજપમાં ખુશીનો માહોલ સર્જાયો હતો તો બીજો તરફ તાલુકા અને જિલ્લામાં એકપણ ફોર્મ પરત ન ખેંચાતા માહોલ શાંત રહ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.