તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રનો સપાટો:વરસામેડીમાં સૌથી મોટી ટ્રાવેલ્સ કંપનીના વર્કશોપ પરથી બાયોડિઝલ ઝડપાયું

અંજાર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના વરસામેડી ખાતે તંત્રએ સપાટો બોલાવ્યો હતો અને સૌથી મોટી ટ્રાવેલ્સ કંપનીના વર્કશોપમાં 5000 લીટર શંકાસ્પદ બાયોડિઝલના જથ્થા સાથે ટેન્કરને સિઝ કરી દેવામાં આવ્યો હતો.

આ અંગે અંજારના મામલતદાર એ.બી. મંડોરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બાતમીના આધારે અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વર્કશોપ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં એક ટેન્કરમાં 5000 લીટર શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ટેન્કર સહિત બાયોડિઝલના જથ્થાને સ્થળ પર જ સિઝ કરી દેવામાં આવ્યો હતો અને શંકાસ્પદ બાયોડિઝલના જથ્થાનો સેમ્પલ લઈ લેબમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ સેમ્પલનો રિપોર્ટ આવી ગયા બાદ ફોજદારી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

મોટા માથાઓના હજુએ અનેક બાયોડિઝલના પોઇન્ટ કાર્યરત
અંજાર તાલુકાના વરસામેડી વિસ્તારમાં મોટા માથાઓ દ્વારા ખુલ્લેઆમ બાયોડિઝલનો વેપલો ચલાવવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જે અનુસંધાને તંત્ર દ્વારા કાર્યવાહી કરી ટ્રાવેલ્સ બિઝનેસમાં મોટું નામ ધરાવતા પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વર્કશોપ પર દરોડો પાડી બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પરંતુ હજુએ અનેક મોટા માથાઓના આ વિસ્તારમાં જ બાયોડિઝલના પોઇન્ટ કાર્યરત છે. જેના પર પણ આ પ્રકારની કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...