દુર્ઘટના:વરસામેડી પાસે ટ્રેઇલર નીચે કચડાતા બાઇક સવારનું મોત

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અંજારના જખદાદા મંદિર પાસે કારે પાછળથી ટક્કર મારતા એક્ટિવા સવાર 2 ઘાયલ

અંજારની ભાગોળે 2 અકસ્માતના બનાવો સામે આવ્યા હતા. જેમાં વરસામેડી રોડ પર ટ્રેઇલર હડફેટે કચડાઈ જતા બાઇક સવાર યુવાનનું મૃત્યુ થયું હતું. તો બીજા બનાવમાં જખદાદા મંદિર સામે કાર ચાલકે પાછળથી ટક્કર મારતા એક્ટિવા સવાર 2 લોકો ઘાયલ થયા હતા. આ અંગે અંજાર પોલીસ મથકેથી વરસામેડીના અંબિકાનગર-1માં રહેતા 38 વર્ષીય સંજયસિંગ શ્રીનારાયણસિંગની ફરિયાદને ટાંકીને માહિતી મુજબ સોમવારે સવારે 9 વાગ્યાના અરસામાં ફરિયાદીનો પુત્ર બીટ્ટુકુમાર બાઇક મારફતે જતો હતો ત્યારે વરસામેડીથી ભીમાસર જતા માર્ગ પર એક ટ્રેઇલરના ચાલકે તેને હડફેટે લીધો હતો.

આ બનાવમાં યુવાન ટ્રેઇલટ નીચે કચડાઈ જતા સ્થળ પર જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના કારણે પરિવારમાં ભારે અરેરાટી સાથે શોક છવાઇ ગયો હતો. તો બીજા બનાવમાં શિવસાગર સોસાયટી-2માં રહેતા 36 વર્ષીય હિતેશભાઈ નારણભાઇ માલસતરે ફરિયાદ નોંધાવી હતી કે, તા. 19/12ના રાત્રે 9 વાગ્યાના અરસામાં ફરિયાદી અને તેમના સાઢુંભાઈ તુષાર બળવંતભાઈ બલદાણીયા એક્ટિવા મારફતે ચિત્રકૂટ તરફ જતા હતા ત્યારે જખદાદા મંદિર પાસે પહોંચતા પાછળથી આવતી એક કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.

જેના કારણે તેઓ પડી ગયા હતા અને એક્ટિવા 50 મીટર જેટલી ઢેસડાઈ હતી. આ બનાવમાં ફરિયાદીને છોલછામ અને તેના સાઢુભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બંને બનાવોમાં અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...