તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ભુજના યોગેશ્વર નગર અને અંજારમાંથી બાઇકની ઉઠાંતરી

અજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના સેવન સ્કાય રીંગ રોડ નજીક આવેલા યોગેશ્વર નગરમાં રાત્રે ઘરે પાર્કિંગ કરાયેલી બાઇક સવાર સુધીમાં કોઇ અજાણયો ઇસમ ચોરી જતા એ ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવાઇ હતી. પ્રવીણસિંહ નેમસિંહ સોઢા (ઉ.વ.22) લે વેંચના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે બાઇક નંબર જીજે 12 ડીએલ 2328 રાત્રે પોતાના ઘર બહાર પાર્કિંગ કરી સુઇ ગયા હતા, સવારે તેઓ ઉઠીને જોતા બાઇક જોવા મળી ન હતી. આસપાસમાં તેમજ સબંધીઓમાં પુછપરછ કરતા કોઇ અતોપતો ન મળતા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે ફોજદારી નોંધાવી હતી.

તો બીજી તરફ અંજાર પોલીસ મથકેથી વિજય નગરમાં રહેતા 24 વર્ષીય પ્રતીક ભરતભાઇ જોશીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 28/10ના તેમણે ગાંધી સીટી સ્કેન ડાઈનોસ્ટિક સામે બપોરે 3 વાગ્યે તેમની રૂ. 15,000ના કિંમતની પેસન પ્રો બાઇક નં. જીજે 12 એએમ 0523 પાર્ક કરી હતી. જેને કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી જતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો