કામગીરી:અંજારના ચિત્રકૂટ સર્કલ પાસે માર્ગ પર ભુવો પડ્યો, પદાધિકારીએ રાતોરાત પુરાવ્યો

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક વાહનોમાં નુકશાન થયું,સ્થાનિકોએ કામગીરી બિરદાવી

અંજારના ચિત્રકૂટ સર્કલ પાસે વરસાદના કારણે માર્ગ પર ભુવો પડી ગયો હતો જેના કારણે અનેક લોકોના વાહનમાં નુકશાન થયું હતું. જે બાબત પદાધિકારીના ધ્યાને આવતા રાતોરાત ભુવો પુરી દેવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ અંજાર શહેરમાં આ વર્ષે સારો વરસાદ પડ્યો હોવાથી અનેક માર્ગોને નુકશાન થયું છે, અચાનક માર્ગોમાં ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોને નુકશાની પણ ભોગવવી પડી છે.

તેવી જ રીતે અંજારથી આદિપુરને જોડતા માર્ગ વચ્ચે આવતા ચિત્રકૂટ સર્કલ પાસે પણ માર્ગ પર અચાનક ભુવો પડી ગયો હતો. જેના કારણે નાના અકસ્માતો પણ સર્જાય હતા અને વાહન ચાલકોને નુકશાની પણ થઈ હતી. જે બાબત પાલિકાના ચેરમેન વિજય પલણના ધ્યાને આવતા રાતોરાત પાલિકાની ટિમ બોલાવી લેવામાં આવી હતી અને માર્ગ પર પડેલો ભુવો પુરી દેવામાં આવ્યો હતો. પદાધિકારી દ્વારા રાતોરતો કામ કરવામાં આવતા સ્થાનિકોએ કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...