તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:અંજારમાં બેંકોએ દિવાળીની પરંપરા સાચવી, એટીએમ ખાલી !

અંજાર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સામાન્ય રીતે દિવાળી પર્વ સમયે લાઇટિંગ, રંગોળી, સજાવટની પરંપરાઓ લોકો નિભાવતા હોય છે. તરવી જ રીતે મંદિરોમાં અન્નકૂટ જેવા મહોત્સવો આયોજિત થતા હોય છે. પરંતુ અંજારમાં બેંકો દ્વારા એક અનોખી પ્રથા નિભાવવામાં આવે છે. જેના કારણે માધ્યમ અને નાના વર્ગના લોકોનો તહેવાર બગડે છે. દિવાળી મહાપર્વ નિમિતે બજારમાં તેજીનો માહોલ જોવા મળતો હોય છે. લોકોને મળતા બોનસથી તેઓ ખરીદી કરી નવી વસ્તુઓ વસાવે છે અને જેના કારણે વેપારીઓનો પણ વેપાર વધતો હોવાથી ‘દિવાળી સુધરી’ કહેવામાં આવે છે. પરંતુ અંજારમાં બેંકોને જાણે લોકોનો દિવાળી બગાડમાં જ રસ હોય તેમ તહેવાર સમયે જ એટીએમ ખાલી રાખી દેવામાં આવતા હોવાથી સામાન્ય તેમજ માધ્યમ વર્ગના લોકો બેંકમાં રૂપિયા હોવા છતાં અટવાઈ રહે છે. ધનતેરસના એટીએમમાંથી રૂપિયા ન નીકળતાં લોકોને હાલાકી વેઠવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો