તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:કાદવ-કિચડથી ભરેલા અંજારના ખડીયા તળાવે બબ્બે યુવાનોના ભોગ લીધા, હવે તો સફાઈ કરો

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઐતિહાસિક તળાવ હોવા છતાં આ તળાવ હંમેશા પાલિકાની ઉપેક્ષાનો ભોગ બન્યો

અંજારનો ઐતિહાસિક ખડીયો તળાવ જેનો રીનોવેશન થયા બાદ તેનું નામ તોરલ સરોવર પાડવામાં આવ્યું છે. જે તળાવ પાલિકાની ઉપેક્ષાનો હંમેશાથી ભોગ બનતો રહ્યો છે, તળાવની સફાઈ હોય કે તેની આવની અંજાર પાલિકાએ ક્યારેય આ તળાવ પ્રત્યે ધ્યાન જ નથી આપ્યું જેના કારણે આ તળાવમાં 2 યુવાનોનું મૃત્યુ થઈ ચુક્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ તોરલ સરોવર (ખડીયા)માં યોગ્ય સફાઈ ન થતી હોવાના કારણે વરસાદી પાણીના નવા નીર આ તળાવમાં નથી આવતા પરિણામે ગંદુ અને લિલ વાળું પાણી થવા ઉપરાંત તળાવના તળિયામાં કાદવ-કીચડ જામી ગયા છે. જેના કારણે થોડા મહિનાઓ પહેલા પોલીસ દ્વારા જુગારીઓ પર પાડવામાં આવેલા દરોડા દરમ્યાન પોતાના બચાવ ખાતર ખડીયામાં ડૂબકી મારનાર યુવાન કીચડમાં ફસાઈ જતા તેનું મૃતયી થઈ ગયું હતું.

તો હાલમાં જ 2 દિવસથી ગુમ થઈ ગયેલા યુવાનનો મૃતદેહ પણ આ જ તળાવ માંથી મળ્યો હતો. કહેવાય છે કે આ યુવાન પણ તળાવના કીચડમાં ફસાઈ ગયો હતો જેના કારણે બે દિવસે તેનો મૃતદેહ મળ્યો હતો. આ બંને બનાવો માત્ર અંજાર નગરપાલિકાની બેદરકારીના કારણે જ બન્યા છે, અગર પાલિકાએ સમયસર આ તળાવની સફાઈ કરી હોત તો કદાચ આ બંને યુવાનોના મૃત્યુ ન થયા હોત તેવી ચર્ચાઓ શહેરમાં ઉઠી છે.

તોરલ સરોવરની આવ પર રાજકીય આગેવાનોએ તંત્રના નાક નીચે દબાણ કર્યું, જેથી પાણી બંધ થઈ ગયું ને કીચડ ફેલાયું
તોરલ સરોવરમાં દેવળીયા નાકેથી આવતા વરસાદી વહેંણના પાણી આવે છે, જે તાલુકા પંચાયત પાસેથી પસાર થાય છે. પરંતુ આ વરસાદી વહેણ પર રાજકીય ભુમાફિયાઓએ તંત્રના નાક નીચેથી ગેરકાયદેસર દબાણ કરી લીધું છે. પરંતુ અનેક રજુઆતો બાદ પણ આ દબાણ આજની તારીખે ખડકેલા દેખાય છે. આ અતિક્રમણના લીધે તળાવની આવ સંપૂર્ણ બંધ થઈ હોવાથી તળાવ કાદવ-કીચડ યુક્ત બની ગયું છે.

5 લાખની ગ્રાન્ટમાં પાલિકાએ માત્ર કલર કરી સંતોષ માની લીધો
આ અંગે જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, થોડા મહિનાઓ પહેલા જ તોરલ સરોવર માટે 5 લાખની ગ્રાન્ટ મળી હતી. જેમાં પાલિકાએ માત્ર કલર કરી સંતોષ માની લીધો હતો, જ્યારે ખરેખર આ ગ્રાન્ટ સફાઈ કરવા પાછળ ખર્ચવામાં આવી હોત તો કોઈ યુવાનનો જીવ પણ બચી શકત.

તળાવની સફાઈ થાય તે માટે અનેક આંદોલન પણ થયા છે
આ તળાવની સફાઈ કરવામાં પાલિકાને તકલીફ હોવાથી જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત આંદોલન પણ કરવામાં આવ્યા છે. જેમાં તળાવની રક્ષા માટે રાખડી બાંધવી, કચરા વચ્ચે બેસી ફોટા પડાવવા વગેરે જેવા તંત્રને ચાબખા મારવા આંદોલન થયા હોવા છતાં પાલિકાને કઈ જ ફરક નથી પડ્યું અને આજની તારીખે પરિસ્થિતિ એવી જ રહી છે.

અન્ય સમાચારો પણ છે...