તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસના પૂર્વ પ્રમુખની દાદાગીરી:અંજારના તબીબને માર મારવાનો પ્રયાસ કરી ધમકી આપી, રેપીડ ટેસ્ટ કરાવવા બાબતે મામલો ગરમાયો

અંજાર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

હાલમાં ચાલી રહેલા કોરોના કાળ વચ્ચે અંજારના એક ખાનગી હોસ્પિટલના તબીબને અંજાર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખે હાથ મરડી માર મરવાનો પ્રયત્ન કરતા શહેરમાં ભારે ચર્ચા જાગી હતી. આ બનાવ અંતર્ગત ડોક્ટરે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી.

આ અંગે અંજાર પોલીસ મથકેથી યોગેશ્વર ચાર રસ્તા પાસે આવેલી વરદાન હોસ્પિટલના ડો. પ્રજ્વલભાઈ વેલજીભાઈ સોરઠીયાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ શનિવારના રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ ફરિયાદીની હોસ્પિટલમાં અંજાર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ આરોપી રવિ આહીર અને તેની સાથે રમેશભાઈ કાતરીયા, કૌશિક વાણીયા અને જીતુભાઇ ચોટારા આવ્યા હતા.

આરોપી રવિ આહિરે ફરિયાદીને કહ્યું હતું કે આપણા સમાજના રેપીડ ટેસ્ટના કેમ્પમાં એક દર્દી પોઝિટિવ આવ્યો હતો અને તેણે પ્રાઇવેટમાં ટેસ્ટ કરાવતા તે નેગેટિવ આવ્યો હતો આવું કેમ થયું? આના લીધે સમાજનું ખરાબ લાગશે અને તમે તે દર્દીની ચડામણી કરી અમારા પાસે કેમ મોકલ્યો હતો. તેવું કહી ઉશ્કેરાઈ જઇ હોસ્પિટલના સ્ટાફને બહાર જવાનું કહી ફરિયાદી ડૉક્ટરનો હાથ મરડી મારવાની કોશિશ કરી હતી. જેમાં હોસ્પિટલના સ્ટાફ સવિતાબેન વચ્ચે પડતા તેમને પણ નખથી ઈજા પહોંચી હતી.

આ બનાવમાં આરોપી સાથે આવેલા તથા હોસ્પિટલનો સ્ટાફ વચ્ચે પડતા મામલો શાંત પડ્યો હતો. બનાવ અંગે ડોક્ટરે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બાબતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તબીબ સાથે આ પ્રકારના વર્તનથી શહેરમાં અનેક ચર્ચાઓએ જોર પકડયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો