હુમલો:ચિત્રોડમાં મોટા અવાજે આરતી વગાડવા મુદ્દે યુવાન પર હુમલો

અંજાર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટામી, ધારિયા જેવા હથિયારોથી 7 શખ્સો તૂટી પડ્યા

ભચાઉના ચિત્રોડ ગામે મંદિરમાં મોટા અવાજે આરતી વગાડવા બાબતે સાત શખ્સોએ યુવાન પર સશસ્ત્ર હુમલો કર્યો હતો.

આ અંગે આડેસર પોલીસ મથકેથી ચિત્રોડ ગામે રહેતા 27 વર્ષીય ભરત ખેંગારભાઈ કોલીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ગામમાં આવેલ ચામુંડા માતાના મંદિરમાં મોટા સ્પીકરથી આરતી વગાડતા લાઉડ સ્પીકર બગડી જશે તો ખર્ચો કોણ આપશે ? તેમ કહી કૌટુંબિક કાકા રણછોડ મેરાભાઈ કોલી તથા રાજુભાઈ રણછોડ કોલી, રમેશ વાઘાભાઈ કોલી તથા ભવાન વાઘાભાઈ કોલીએ ફરિયાદીને માથાના ભાગે ધારીયું મારી અને આડેધડ લાકડીથી માર મારવા લાગ્યા હતા. જેથી ફરિયાદી યુવાન ખેતર તરફ ભગત સામેથી આવી રહેલા આરોપી માનસંગ લાભુભાઈ કોલી, જશવંત રણછોડ કોલી અને રાજુભાઈ વાઘાભાઈ કોલીએ રણછોડભાઈની વાત કેમ નથી માનતો તેમ કહી ધારીયું, લાકડી અને ટામી વડે હુમલો કરી દીધો હતો. જેથી રાડારાડી કરતા આસપાસના લોકો એકત્રિત થઈ જતા યુવાનને વધુ માર ખાતા બચાવ્યો હતો. આ બનાવમાં માથાના ભાગે ટાંક અને હાથના ભાગે ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી. બનાવ અંગે આડેસર પોલીસ મથકે 7 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...