તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપોત્સવ:પ્રકાશના પર્વ પૂર્વે કચ્છભરમાં ખરીદી ચરમ સીમાએ, બજારો ધમધમી ઉઠી

અંજાર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરી અને ગ્રામ્ય પંથકોમાં આજે ઉમંગે ઉજવાશે દિવાળી
 • અંજારની ફટાકડા બજાર ધમધમી, દર વર્ષ કરતા વધુ વેપાર થવાનો અંદાજ

ગત માર્ચ મહિનાથી કોરોના મહામારીના કારણે લોકોએ તમામ તહેવારો સાદગીથી ઉજવ્યા છે. સરકારી પ્રતિબંધ અને મહામારી ફેલાવવાના ડરના કારણે લોકોએ પણ અનેક પરંપરાઓ બદલી છે અને સાદગી તરફ વળ્યા છે. તેવામાં 7-8 મહિના બાદ સરકાર દ્વારા દિવાળી પર્વ ઉજવવામાં કોઈ પ્રતિબંધ લગાવવામાં ન આવતા અને કોરોનાની પકડ પણ નબળી પડતા હવે કંટાળેલી પ્રજાએ દિવાળી મહાપર્વ ધામધૂમથી ઉજવવાનો નીર્ધાર કરી લીધો છે. જેની અસર અંજારની હંગામી ફટાકડા બજારમાં જ જોવા મળી રહી છે.

એક તરફ કોરોના મહામારીના કારણે દિવાળીની ઉજવણી પણ અન્ય તહેવારો જેમ ઝાંખી રહેશે તેવું વિચારી અંજારની હંગામી ફટાકડા બજારના રિટેલ વેપારીઓએ પહેલા કરતા ઓછા માલની ખરીદી કરી છે. તેવામાં અંદાજ કરતા પહેલા ગ્રાહકો ફટાકડાની ખરીદી કરવા નીકળી પડતા અડધો માલ તો તહેવાર પહેલા જ વેચાઈ ગયો હતો અને હવે છેલ્લા 2 દિવસોમાં દર વર્ષ કરતા વધી વેપાર થાય તેવું દ્રશ્યમાન થતા છૂટક વેપારીઓ ચાલતી સિઝને જ ફટાકડા ગોતવા નીકળી પડ્યા છે. જવા જોઈ આ વખતે અંજારમાં ખૂબ જ સારી રીતે દિવાળીની ઉજવણી થશે તેવું દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો