તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:અંજારમાં કાગળોની અધૂરાશ થકી 500થી વધુ વિધવાની સહાય અટકી

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેન્કો મર્જ થઈ જતા સમસ્યા ઉત્પન્ન થઈ, દલાલોના ધંધા ખુલ્યા

બેન્કો મર્જ થઈ જવાના કારણે અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. જેના કારણે ખાસ તો ગામડાથી આવતા અને અભણ-અજ્ઞાન લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. એક તો પહેલાથી જ સરકારી બેન્કોની કામગીરીથી કંટાળેલા લોકોને બેંકો મર્જ થઈ જવાના કારણે લાંબી લાઈનોમાં ઉભા રહી પોતાનો ખાતા નંબર શુ છે તેની માત્ર તપાસ કરવામાં દિવસો નીકળી રહ્યા છે તો બીજી તરફ દર મહિને મળી જતી વિધવા સહાય પણ કાગળોની અધૂરાશ અને બેન્કના ખાતા નંબર બદલી જવાના કારણે અટકી ગઈ છે. તો બીજી તરફ દલાલ રૂપે કામ કરતા તત્વોને ઉભી થયેલી મુશ્કેલીઓમાં પણ તેમના ધંધા ખુલી ગયા છે.

આ અંગે અંજારના મામલતદાર એ.બી. મંડોરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બેન્કો મર્જ થઈ ગઈ હોવાના કારણે મહિલાઓના ખાતા નંબર બદલી ગયા છે. જેના કારણે વિધવા સહાયની રકમ તેમના ખાતામાં જમા થઈ શકતી નથી. વિધવા સહાય ન મળતી હોય તેવી મહિલાઓનો આંકડા પણ 500થી વધુ છે, સહાયની રકમ ખાતામાં ન આવતા અહીં જેટલી પણ મહિલાઓ રજુઆત કરવા આવે છે તેમને પૂરતી માહિતી આપવામાં આવી રહી છે અને જેમ બને તેમ ઓછી તકલીફ સહેલાઈથી તેમનું કામ થઈ શકે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધવા સહાયનું કામ કરાવી દેતા અમુક દલાલો ફરીથી વિધવા સહાય ચાલુ કરાવી દેવા 500 કે તેથી પણ વધુ રકમ પડાવી રહ્યા છે. જેમાં મામલતદાર કચેરીના કચેરીઓ પણ સંડોવાયેલા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ પણ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...