માંગ:અંજારના માર્ગો પરના ખાડા પુરવા કાઉન્સિલરોને જવાબદારી સોપો

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરરોજના બેથી ત્રણ ખાડા પુરાય તો પણ સમસ્યાનો અંત આવે

અંજારમાં મેઘો મન મુકીને વરસ્યો છે, પરંતુ વરસાદના કારણે શહેરના મોટા ભાગના માર્ગો બિસ્માર બની ગયા છે. પરંતુ નગરપાલિકા જોઈએ તેવી કામગીરી ન કરી શકતા સ્થાનિક નાગરિક દ્વારા સમસ્યાના નિવારણ માટે કાઉન્સિલરોને જવાબદારી સોંપવા માંગ કરવામાં આવી છે.

આ અંગે અંજાર શિવશક્તિ ગ્રુપના બળદેવપુરી ગોસ્વામીએ અંજાર પાલિકાના ચીફ ઓફિસરને સંબોધી પત્ર લખ્યો છે કે, અંજાર શહેરમાં વરસાદના કારણે અનેક જગ્યાએ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેથી અનેક નાના મોટા અકસ્માત પણ થાય છે. ખાડાઓમાં પાણી ભરાઇ જવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, રોગચાળો ફેલાવાની પુરી શક્યતા છે.

અંજાર શહેરના કુલ નવ વોર્ડના 36 કાઉન્સિલરોને તેમના મત વિસ્તારમાં આ બાબતની જવાબદારી સોંપવામાં આવે અને બેથી ત્રણ ખાડા પુરાવે તો પણ આ ગંભીર સમસ્યાનો મહદઅંશે નિવેડો આવી જશે. જેથી તાત્કાલિક ધોરણે ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ પણ મુકવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...