તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:વરસામેડીમાં ફટાકડા ફોડવા બાબતે સશસ્ત્ર હુમલો, મહિલા સહિત 3 ઘાયલ

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના વરસામેડી ગામે ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓએ એક બીજા પર સશસ્ત્ર હુમલો કર્યો હતો. જેમાં મહિલા તેમજ સગીર સહિત 3 લોકો ઘાયલ થયા હતા.

આ અંગે અંજાર પોલીસ મથકેથી વરસામેડીના આંબેડકર નગરમાં રહેતા 31 વર્ષીય બાબુભાઇ સવાભાઈ મણવરની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તેના પોડોશમાં રહેતો 16 વર્ષીય સગીર ફરિયાદીના ઘર પાસે ફટાકડા ફોડી રહ્યો હતો અને તેના તણખા ફરિયાદીના કપડાં પર ઉડતા તેને ફટાકડા ફોડવાની ના પાડતા સગીર તેના ઘરે જઈ લોખંડનો પાઇપ લઈ આવ્યો હતો અને સાથે તેના કાકા મનજી ધનજી દાફડા ધોકો લઈ આવી ફરિયાદીને માર મારવા લાગ્યા હતા. જેમાં ફરિયાદીને માથાના ભાગે પાઇપ તેમજ સાથળ અને પીઠના ભાગે ધોકોના ઘા લાગ્યા હતા. તો બીજી તરફ દેવીબેન ખેંગારભાઈ દાફડાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના સગીર પુત્રને ફટાકડા ફોડવા બાબતે આરોપી બાબુભાઇ મણવરે માર માર્યો હતો. જે બાદ રાત્રે 3 વાગ્યે આરોપી બાબુભાઇ, તેનો ભાઈ હરેશભાઈ તેમજ દેવજી ખમુ મણવર ફરિયાદીના ઘરે આવી બંને માતા પુત્રને ધોકાથી માર માર્યા હતા. આ સામસામેની મારામારીમાં મહિલા, તેનો સગીર પુત્ર તેમજ સામે પક્ષે એક યુવક સહિત કુલ 3 લોકો ઘાયલ થતા અંજાર પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...