તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:મેડિકલ વેસ્ટ મામલે અંજારમાં અર્બન હેલ્થ સેન્ટરમાં ખાનગી હોસ્પિટલની મનમાની

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ વેસ્ટનો સામાન બાળવા માટે અર્બન હેલ્થ સેન્ટરમાં મોકલી દેવાયાે, સ્ટાફે પરત મોકલી દીધો

અંજારના દેવળીયા નાકે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં ખાનગી હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી દાદાગીરી સામે આવી છે. જેમાં ખાનગી હોસ્પિટલ દ્વારા પોતાનો મેડિકલ વેસ્ટ બળવા માટે છોટાહાથી ભરી અર્બન હેલ્થ સેન્ટરમાં મોકલી દેતા સ્ટાફ દ્વારા તેને પરત મોકલવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ સરકારી હોય કે ખાનગી પરંતુ તેનો નીકળતો મેડિકલ વેસ્ટ અન્ય લોકોના સંપર્કમાં ન આવે તે રીતે વ્યવસ્થિત પેક કરી મેડિકલ વેસ્ટ લઈ જતી એજન્સીને આપવાનો હોય છે.

પરંતુ અંજારમાં ખાનગી હોસ્પિટલના સંચાલકો ફાટીને ધુમાડે ગયા હોવાથી કોઈપણ જાતની બીક રાખ્યા વગર કે નિયમોના પાલન વગર દાદાગીરી કરી સરકાર હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરના પ્રાંગણમાં છોટાહાથી ભરી મેડિકલ વેસ્ટ મોકલી દેવામાં આવ્યો હતો અને એક તબક્કે મેડિકલ વેસ્ટ વાહન માંથી ઉતારી કોઈપણ જાતની જાણકારી આપ્યા વિના કે પરવાનગી મેળવ્યા વિના તે મેડિકલ વેસ્ટને બળવા લાગ્યા હતા. જેથી અબર્ન હેલ્થ સેન્ટરમાં રહેલા સ્ટાફ દ્વારા તાત્કાલિક વાહન ચાલક પાસે જઈ પૂછતા અંજારની ખાનગી હોસ્પિટલ દ્વારા અહીં મેડિકલ વેસ્ટ ઉતારી તેને બાળી નાખવાની સૂચના અપાઈ હોવાનું જણાવતા સ્ટાફ દ્વારા તેને પરત મોકલ્યો હતો અને બીજી વાર અહીં ન આવવાનું જણાવી દીધું હતું.

પીપીઈ કીટ સહિતનો મેડિકલ વેસ્ટ હતો, લોકો માટે જોખમી બની શકે
આ અંગે અર્બન હેલ્થ સેન્ટરમાં રહેલા સ્ટાફે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલ દ્વારા મોકલવામાં આવેલો મેડિકલ વેસ્ટની થેલીઓમાં પીપીઈ કીટ જેવી ચીજો હતી. જો તેના સંપર્કમાં અન્ય વ્યક્તિ આવે તો તો તેના ગંભીર પરિણામો આવી શકે તેમ છે. જેથી સ્ટાફ દ્વારા કડક શબ્દોમાં તેને પરત મોકલી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...