ઉપાધી:અંજારના ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે પીએચડીની ઉપાધી મેળવી

લાકડિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રમાં ડ્રગ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી અંજાર અાહીર સમાજની મહિલાઅે પીઅેચડીની ઉપાધી મેળવી છે.

અંજારના ડૉ.ભૂમિતાબેન ગોપાલજી હડિયાએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી ડૉ.એલ.ડી.પટેલના માર્ગદર્શન હેઠળ “Formulation, Development and Evaluation of Nasal Mucoadhesive Dosage Form Containing Desmopressin Acetate: An In Vivo-Ex Vivo Characterisation” વિષય પર પીએચ.ડીની ડીગ્રી મેળવી છે. તેમનું સંશોધન સેન્ટ્રલ ડાયાબિટીસ ઇન્સીપીડસ તથા બેડ વેટીંગ, જે મોટી ઉમરના બાળકો અને વૃદ્ધોમાં જોવા મળે છે તેમના માટે ઉપયોગી છે. તેમના પિતા ખેડૂત, માતા ગૃહિણી છે. તેમણે તોલાણી કોલેજ ફાર્મસીમાંથી ડીપ્લોમા ઇન ફાર્મસી, સિગ્મા ઇન્સ્ટીટયૂટ-વડોદરાથી બેચલર ઓફ ફાર્મસી, એમ.એસ. યુનિવસિટી વડોદરાથી માસ્ટર ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...