તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:અંજારની ચકચારી 65 લાખની લૂંટના લૂંટારૂઓ જાણે હવામાં ઓગળી ગયા..!

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લૂંટના 4 દિવસ બાદ પણ પોલીસને નાનો સુરાગ સુદ્ધાં ન મળ્યો
  • પૂર્વ કચ્છ એસ.પી.એ ટુંક સમયમાં ભેદ ઉકેલાઈ જશે તેવો દાવો કર્યો હતો

તા. 23/8ના સોમવારે ઢળતી સાંજે અંજારની જુના આંગડિયા પેઢીના સંચાલકને કાર માંથી બહાર કાઢી ફિલ્મી ઢબે લૂંટી લઈ લૂંટારૂઓએ રૂ. 65 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. જે બનાવને 4 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસને એક નાનકડો સુરાગ પણ મળ્યો નથી. તેમ છતાં પૂર્વ કચ્છના એસ.પી.એ ટુક સમયમાં ભેદ ઉકેલાઈ જશે તેવો દાવો કર્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ અંજારની એન.આર. જુના આંગડિયા પેઢીના સંચાલક ભાવિન ઠક્કર પાસેથી રોકડ તેમજ કાર સહિત રૂ. 65 લાખની માતબર રકમના મુદ્દામાલની લૂંટ ચલાવી ભોગ બનનારની સ્વીફ્ટ કાર લઈ લૂંટારૂઓ નાશી છૂટ્યા હતા.

જે લૂંટી લેવામાં આવેલી કાર લૂંટારૂઓએ ભચાઉ તાલુકાના નવી મોટી ચિરઈના ક્રિકેટ ગ્રાઉન્ડ નજીકની બાવળની ઝાડીમાં મૂકી દઈ પલાયન થઈ ગયા હતા. જે બાદ એલ.સી.બી, ભચાઉ પોલીસ, અંજાર પોલીસ, એફ.એસ.એલ, ડોગ સ્કોડ વગેરે દ્વારા ઘટના સ્થળ પર પહોંચી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ બનાવ બાદ લૂંટારૂઓ જિલ્લા બહાર ન જાય તે માટે પોલીસ દ્વારા કચ્છ જિલ્લાને સંલગ્ન અન્ય જિલ્લાઓમાં પણ નાકાબંધી કરવામાં આવી હતી.

તેમ છતાં જાણે લૂંટારૂઓ હવામાં ઓગળી ગયા હોય તેમ બનાવના 4 દિવસ બાદ પણ પોલીસને એક નાનકડો સુરાગ પણ મળ્યો નથી. આ અંગે પૂર્વ કચ્છના એસ.પી. મયુર પાટીલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, હાલે પોલીસ અલગ અલગ ટિમો બનાવી તપાસ કરી રહી છે, પરંતુ આ કેસ બાબતે હાલે વધુ કઈ કહી શકાય તેમ નથી. ટુક સમયમાં ગુનાનો ભેદ ઉકેલાઈ જશે તેવો તેમના દ્વારા દાવો પણ કરવામાં આવ્યો હતો.

જે-તે વખતે પોલીસને આરોપીઓની ઇમેજ અને લોકેશન મળ્યા હતા
તા. 23/8ના લૂંટનો બનાવ બન્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ઘટના સ્થળ તેમજ અન્ય સ્થળોના સીસીટીવી કેમેરા તપસ્યા હતા. જેમાં આરોપીઓના ઇમેજ મળ્યા હતા. ઉપરાંત મોબાઈલ લોકેશન ટ્રેસ કરવામાં આવતા કારમાં રાખેલા મોબાઈલનો લોકેશન પણ મળી આવ્યો હતો. આ ઉપરાંત અન્ય સુરાગો મળ્યા હોવાના દાવાઓ પણ જે તે વખતે કરવામાં આવ્યા હતા. છતાં 4 દિવસ નિકફી ગયા હોવા છતાં લૂંટારૂઓ પોલીસ પકડમાં ન આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...