તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધ:અંજારનું બુઢારમોરા કોવીડ-19 કન્ટેન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરાયું

અંજાર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગામમાં તા.11/5થી 24/ સુધી લોકોની અવર-જવર પર પ્રતિબંધ

નોવેલ કોરોના વાયરસ કોવીડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત તથા ગુજરાતમાં પ્રતિદિન આ વાયરસના કેસો વધતા જાય છે. જે પરિસ્થિતિને ધ્યાને લઇ ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હાલમાં અંજાર તાલુકાના બુઢારમોરા ગામમાં પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યો છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાના ભાગ રૂપે કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા બુઢારમોરા ગામમાં સરકારી ફરજ ઉપરની વ્યકિત સિવાયની તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન તેમજ જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.તેમજ ગામની નજીકમાં આવેલ ગામના લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ઉપરાંત બુઢારમોરા ગામ ભુજ-ભચાઉ હાઈવે પર આવેલ ગામ છે. જેથી ભુજથી ભચાઉ તરફ જતા આવતા વાહનો માટે હાઈવે ખુલ્લો રહેશે પરંતુ તે વાહનો બુઢારમોરા ગામમાં જઇ શકશે નહીં કે બુઢારમોરા ગામે હાઈવે ઉપર રોકાઇ શકશે નહીં. આ જાહેરનામું તા.11/5થી 24/5 સુધી અમલમાં રહેશે. જે સમય દરમ્યાન જાહેરનામાના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેવું ફરમાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો