હાલાકી:અંજારના વોર્ડ નં. 5માં માર્ગ નહીં બને તો ઉગ્ર આંદોલનની ચીમકી

અંજાર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરસેવકો દ્વારા ઠાલા વચનો, કામગીરી ન થતાં હાલાકી

નવા અંજાર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 5માં કર્મચારી સોસાયટી 1 અને 2ના મુખ્ય રોડ તુટી જવાના કારણે અહીંથી પસાર થતાં અનેક રાહદારીઓ તેમજ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અંજારમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક સોસાયટીઓ માર્ગો તૂટી ગયા છે. જેના કારણે સામાન્ય દિવસોમાં પણ ખાડાઓમાં પાણી ભરાયેલા જોવા મળે છે. ત્યારે કર્મચારી સોસાયટીમાં વરસાદી સમયથી ખાડાઓ હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. જેના કારણે આ વિસ્તારમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે.

આ બાબતે આ વિસ્તારના કાઉન્સિલરોનું અવાર-નવાર ધ્યાન દોરવા છતાં પણ ફક્ત રોડ બનાવી આપવાના વચનો આપે છે. પરંતુ કોઇપણ કારણોસર રોડ બનાવવાનું કામ થતું નથી. જો આ રોડનું કામ સમયસર કરાવવામાં નહીં આવે તો નાછુટકે નગરપાલિકામાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેવું સ્થાનિકે રહેતા બળદેવપુરી ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...