તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:અંજાર તાલુકા પંચાયતનું 54.63 કરોડની પૂરાંતવાળું બજેટ પસાર

અંજાર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષણ, આરોગ્ય અને ખેતીવાડી પર વિશેષ ધ્યાન અપાયું

અંજાર તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ રાજીબેન શંભુભાઇ હુબલના અધ્યક્ષ સ્થાને મળેલી ખાસ સામાન્ય સભામાં વર્ષ 2021-22ના અંદાજપત્રને સુધારા-વધારા સાથે આખરી બહાલી આપવામાં આવી હતી . મિટીંગમાં તાલુકા પંચાયતની 20 પૈકી 19 સદસ્યો હાજર રહ્યા હતા. આ અંદાજપત્રમાં શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી અને વિકાસને વેગ મળે તે માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી હતી.

આ ખાસ સામાન્ય સભામાં 54.63 કરોડના અંદાજપત્રને સર્વાનુમતે આખરી બહાલી આપવામાં આવી હતી. વર્ષ 2021-22 માટેના અંદાજપત્રમાં ખુલતી સિલક રૂ. 2.34 કરોડ હતી. ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટી, વ્યાજ માંથી રૂ. 54.44 લાખની આવક થવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેના સામે રૂ. 2.32 કરોડના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેમા વિકાસ, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી વગેરે માંથી રૂ. 56.85 લાખ સ્વંભંડોળ સદરની પૂરાંત રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો.

ઉપરાંત સરકારની તબદીલી થયેલી પ્રવૃત્તિ સંદર્ભે રૂ. 51.41 કરોડ અંદાજિત ખર્ચની જોગવાઈ રાખવામાં આવી હતી. તેમજ જિ.પં., તા.પં. સ્વભંડોળ, લોન દેવા વિભાગ વગેરે મળી કુલ રૂ. 54,63,10,000ના અંદાજિત ખર્ચની જોગવાઈ રાખવામાં આવી હતી. જેને સર્વાનુમતે આખરી બહાલી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો