તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:અંજારની ખાનગી શાળાની પહેલ: ઓનલાઇન શિક્ષણ નિઃશુલ્ક આપશે

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થશે ત્યારે પણ ફી માં રાહત અપાશે

કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી બાળકોના શિક્ષણ પર ખૂબ માઠી અસર પહોંચી છે. તેમાંય સરકાર દ્વારા ખાનગી શાળાઓ પર જોઈએ તેવું નિયંત્રણ ન રાખવામાં આવતા પ્રત્યક્ષ શિક્ષણ ન આપતું હોવા છતાં ખાનગી શાળાઓ મસમોટી ફી ઉઘરાવી રહી છે. ત્યારે અંજારની એક ખાનગી શાળા દ્વારા નવી પહેલ કરવામાં આવી છે અને જ્યાં સુધી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ નહીં થાય ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજારના યમુનાપાર્ક-2માં આવેલી સાર્વજનિક વિદ્યા મંદિર દ્વારા કોરોનાના કપરા કાળમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્થિતિને ધ્યાનમાં રાખી વર્ષે 2021 નવા સત્રથી સ્કૂલ રાબેતા મુજબ ચાલુ નહિ થાય ત્યાં સુધી નવા અને જૂના એમ તમામ વિદ્યાર્થીઓ પાસેથી ફી નહીં લેવામાં આવે તેમજ નિરંતર ઓનલાઇન શિક્ષણ નિઃશુલ્ક આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યું છે. ઉપરાંત જે માસથી શાળા ફરી ચાલુ થશે અને પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થશે ત્યારથી સરકાર દ્વારા નક્કી કરાયેલી અને રાહતદરે ફી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...