તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:અંજાર પોસ્ટ ઓફિસમાં એક જ ટેબલ પર ચોટી ગયેલા કર્મચારીઓની બદલી કરવા માંગ કરાઈ

અંજાર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમુક કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાના આક્ષેપો પણ કરાયા

ભુજની રાવલવાડીની પોસ્ટ ઓફિસમાં કરોડોના કૌભાંડ બહાર નીકળ્યા બાદ હવે અંજારની પોસ્ટ ઓફિસમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો સામે આવી છે. જે બાબતે વડી કચેરીને લેખિત અરજી કરી તપાસની માંગ કરવામાં આવી છે. આ અંગે અંજારના વકીલ દિલીપસિંહ ઝાલાએ મુખ્ય ટપાલ કચેરી, ભુજને પત્ર લખી આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, અંજાર પોસ્ટ ઓફિસમાં છેલ્લા 15 વર્ષથી એક જ ટેબલ પર ફરજ બજાવતાં અમુક કર્મચારી દ્વારા એજન્ટ સાથે સાંઠગાંઠ કરીને ખૂબ જ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.

ગ્રાહકનાં એકાઉન્ટમાં રોકાણનાં રૂપિયા પાછળથી એજન્સીને બોલાવીને અરજી ફોર્મ પર સિકકા મારીને ખોટું કમિશન ઉઘરાવવામાં આવે છે અને સરકારને આર્થિક નુકશાન થાય છે. જેથી ખાતેદારને રૂબરૂ બોલાવી યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણો મોટો ફ્રોડ નિકળે તેમ છે. અમુક મહિલા એજન્ટ વતી તેમના પતિ કામ કરતાં હોવાથી અમુક કર્મચારી દ્વારા નાની બચતનાં એજન્સી પાસેથી પેરોલ દીઠ યોગ્ય કમિશન લેવામાં આવે છે.

નિયમ મુજબ દરેક કર્મચારીની દર 3 વર્ષે બદલી થાય છે અને ટેબલ 6 મહીને બદલે છે, પરંતુ અંજાર પોસ્ટ ઓફિસનાં અમુક કર્મચારીઓની બદલી શા માટે થતી નથી અને થઇ છે તો શા માટે એ ઘણાં ટાઈમથી એક જ ટેબલ પર ફરજ બજાવે છે, તેની યોગ્ય તપાસ થવી જોઇએ. ઉપરાંત અમુક કર્મચારીને જલ્દી બદલાવીને તેની અપ્રમાણસર મિલ્કતોની વિજીલન્સ દ્વારા તપાસ કરવામાં આવે, જેથી ભુજ ખાતે રાવલવાડી પોસ્ટ ઓફિસમાં જે લગભગ 5 કરોડના કૌભાંડ થયેલ તેવી જ રીતે અંજાર ખાતે જો યોગ્ય તપાસ થાય તો અહીં પણ કૌભાંડ નીકળે તેમ છે. તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો