તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અંજાર પોલીસે હંગામી શાકમાર્કેટમાં વેપારીઓ પર જાહેરનામા ભંગનો કેસ કરતા માર્કેટ બાનમાં લેવાઈ

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા અને પોલીસની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો, માર્કેટ પુનઃ કાર્યરત કરાઈ

અંજારના ટાઉનહોલ મેદાનમાં નગરપાલિકા દ્વારા ઉભી કરવામાં આવેલી હંગામી શાકમાર્કેટમાં પોલીસે અમુક કાછીયાઓ પર જાહેરનામા ભંગ અંગેનો કેસ કરતા મામલો બીચકાયો હતો અને એક તબક્કે હંગામી શાકમાર્કેટના દરવાજા બંધ કરી દીઇ માર્કેટને બાનમાં લઈ લેવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ શાકમાર્કેટને સુપર સ્પ્રેડર માનવામાં આવે છે, મોટી સંખ્યામાં લોકો શાકની ખરીદી કરવા આવતા હોવાથી કોરોનાનો સંક્રમણ ફેલાઈ શકવાની શક્યતાઓ વધી જતી હોવાથી માર્કેટના વેપારીઓ અને માર્કેટમાં આવતા ગ્રાહકો માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તે જરૂરી બની જાય છે, જે સંદર્ભે અંજાર પોલીસ દ્વારા દિવસમાં 4થી 5 વખત માર્કેટમાં જઈ વેપારીઓને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી રહી છે.

તેમ છતાં અમુક વેપારીઓ દ્વારા પોલીસ અને તંત્રની અવગણના કરી કોરોનાના એકપણ નિયમનો પાલન કર્યા વગર શાકનો વેપાર કરવામાં આવી રહ્યો હોવાથી સાંજના ભાગે અંજાર પોલીસ દ્વારા જે વેપારીએ માસ્ક નહોતા પહેર્યા તેના પર જાહેરનામા ભંગ અંગેનો કેસ દાખલ કરી નાખવામાં આવ્યો હતો. જે બાબત અન્ય કાછીયાઓને પસંદ ન આવતા પોલીસ પર ઠીક લાગે તેવા આક્ષેપો કરી નગરપાલિકાની માલિકીના ટાઉનહોલના બંને દરવાજાઓ બંધ કરી એક તબક્કે માર્કેટને બાનમાં લઈ લેવામાં આવી હતી. જે બાદ અંજાર નગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ આવી જતા વેપારીઓને મનાવ્યાં બાદ માર્કેટને પુનઃ શરૂ કરવામાં આવી હતી.

માંડવીના વેપારીઓએ લીધેલા નિર્ણય પરથી બોધપાઠ લેવો જોઈએ
જિલ્લાના અન્ય તાલુકાઓની માફક માંડવીમાં પણ કોરોનાનો સંક્રમણ વધતો હોવાથી શાકભાજી વેંચતા વેપારીઓએ લોકહિતને જોતા 4 દિવસ માટે શાકભાજીનો છૂટક વેપાર, દલાલી સહિતની કામગીરી સંપૂર્ણ બંધ કરી નાખી છે અને જે આ નિયમ તોડશે તેને 10 હજારનો દંડ ભરવો પડશે તેવો આવકારદાયક કડક નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે કોરોનાની ચેઇન તોડવા માંડવીના વેપારીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને હાલે અંજારમાં પણ અનુસરવાની જરૂર છે. તેની જગ્યાએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડી તંત્રની કામગીરીનો વિરોધ નોંધાવી અંજારના શાકભાજીના વેપારીઓ દ્વારા નબળી માનસિકતા છત્તી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...