તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:કોરોનાની જાગૃતિ સંદર્ભે અંજાર પોલીસે ફૂટમાર્ચ કરી

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક વગર ફરતા લોકો પાસેથી રૂ. 10,000નો દંડ વસુલાયો

અંજારમાં વધી રહેલા કોરોનાના કેસો સંદર્ભે લોકોમાં જાગૃતિ લાવવા પોલીસ કાફલાએ શહેરની મુખ્ય બજાર 12 મીટર રોડ પર ફૂટમાર્ચ કરી હતી. અંજારના ડીવાયએસપી ધનંજય વાઘેલા, પી.આઈ. એ.જી સોલંકી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા અંજારની મુખ્ય બજાર ઉપરાંત ગંગાનાકા વિસ્તારમાં ફૂટમાર્ચ કરી માસ્ક વગર ફરતા લોકોને દંડવામાં આવ્યા હતા અને દંડ પેટે રૂ. 10,000 વસુલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત વેપારીઓ અને ગ્રાહકોને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ માસ્ક પહેરી રાખવા સમજ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...