તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:5 વર્ષથી ગેરહાજર રહેતા હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ અંજાર પોલીસે ગુનો દાખલ કર્યો

અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વારંવારની નોટિસો છતાં હાજર જ ન થયા
 • મનસ્વી વલણ દાખવતા કાર્યવાહી

અંજાર પોલીસ મથકના હેડ કોન્ટેબલ છેલ્લા 5 વર્ષથી અનઅધિકૃત રીતે સીક લીવમાં ઉતરી જઈ વારંવાર નોટિસો આપવા છતાં હાજર ન થતા ગુનો દાખલ કરાયો હતો.

આ અંગે અંજાર પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.એમ. જોશીની દાખલ કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાને મળતી માહિતી મુજબ ભુજ તાલુકાના કુકમાં ગામે રહેતા અ.હે.કો. હરગોવિંદ હેમરાજભાઈ ચૌધરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. જે દરમ્યાન તા. 20/9/2015થી 25/11/2015 સુધી એટલે કે સતત 67 દિવસ અનઅધિકૃત રીતે સીક લિવ પર ઉતરી ગયા હતા. જે બાદ હાજર થઈ ફરી તા. 26/11/2015થી 20/5/2018 સુધી 808 દિવસ સીક લિવ પર ચાલ્યા ગયા હતા. જે દરમ્યાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથક દ્વારા 3 વાર નોટિસ પણ આપવામાં આવી હતી અને તેની બજવણી પણ થઈ ગઈ હોવા છતાં તે હાજર થયા ન હતા ત્યારબાદ તેની અંજાર પોલીસ મથકે બદલી થઈ હતી પરંતુ અંજાર પોલીસ દ્વારા પણ 3 વાર નોટિસ આપવા છતાં આજ સુધી તે હાજર થયા નથી. જેથી આ હેડ કોન્સ્ટેબલ અનઅધિકૃત રીતે સીક લિવ પર ઉતરી નોટિસોનો જવાબ ન આપી હુકમનો અનાદર કરી મનસ્વી વલણ અપનાવતા તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પી.એસ.આઈ એમ.એમ. જોશીએ જણાવ્યું હતું કે હેડ કોન્ટેબલને ફરજ પર હાજર થવા માટે વારંવાર નોટિસો અપાઇ હતી. જે નોટિસો બજી ગઈ હોવા છતાં તેણે વકોઈ જ જવાબ આપ્યો નથી અને હાજર થવાની પણ તસ્દી લીધી ન હતી. જે અનુસંધાને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

2012ની ચૂંટણીમાં પણ ફરજ પર હાજર રહ્યા ન હતા
ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2012ની વિધાન સભાની ચૂંટણી દરમ્યાન અગત્યની ફરજો તેમને સોંપવામાં આવી હતી. છતાં બેદરકારી દાખવી તે ફરજ પર હાજર રહ્યા નહતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો