વિવાદ:અંજાર પાલિકાના પદાધિકારીઓએ હરારોપણ કરી ગ્રીલને તાળું મારી દીધું, કોંગ્રેસે તોડી નાખ્યું

અંજાર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાએ ગાંધીજીને પિંજરામાં પુરી લોકશાહીની હત્યા કરી-કોંગ્રેસ

દેશને આઝાદ કરાવનાર અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે જ અંજાર નગરપાલિકા દ્વારા હરારોપણ કર્યા બાદ તેમને પિંજરામાં પુરી નાખવામાં આવતા કોંગ્રેસે આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી સત્તાપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.આ અંગે મળતી માહિતી મુજબ ગંદગી જયંતિ નિમિતે અંજાર નગરપાલિકા દ્વારા સવારે 10 વાગ્યે અને કોંગ્રેસ દ્વારા 10-45 વાગ્યે મામલતદાર કચેરી પાસે આવેલી ગાંધીજીની પ્રતિમાને હરારોપણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે અનુસંધાને અંજાર નગરપાલિકાના પદાધિકારીઓ સાથે શહેર તેમજ તાલુકા ભાજપના પદાધિકારીઓએ ગાંધીજીની પ્રતિમાને હરારોપણ કર્યું હતું.

જે બાદ કાર્યક્રમ પૂર્ણ થઈ જતા ગાંધીજીની પ્રતિમા વાળા સર્કલ પરનું ગેટ બંધ કરી જાણતા કે અજાણતા તાળું મારી દેવામાં આવ્યું હતું. જેથી પોતાના સમય મુજબ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા હરારોપણ માયે આવ્યા ત્યારે ગેટ પર તાળું મારેલું જોઈ સૌ રોષે ભરાયા હતા અને ગ્રીલના ગેટ પરનું તાળું તોડી ગાંધીજીને હરારોપણ કરવામાં આવ્યું હતું. આ અંગે અંજાર નગરપાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો કાર્યક્રમ હોવાથી ગાંધીજીને પિંજરામાં પુરી લોકશાહીની હત્યા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...