તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અંજાર પાલિકા હવે દબાણો હટાવવાના મૂડમાં, આખરી નોટિસો અપાઈ

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવાસર નાકે આવેલી 5 દુકાનો પર ટૂંક સમયમાં બુલડોઝર ફરશે

અંજાર નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સવાસર નાકા પાસે આવેલી 5 જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવવાનું નક્કી કરવામાંઆવતા આખરી નોટિસ આપી દેવામાં આવી છે.આ અંગે અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, સવાસર નાકે 5 જેટલી દુકાનોને સ્વચ્છાએ દબાણ હટાવી લેવા માટે આખરી નોટિસ આપી દેવામાં આવી છે અને ટુક સમયમાં જો સ્વચ્છાએ દબાણ ન હટાવાયું તો તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંજારમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું છે, જેથી સવાસર નાકા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સર્જાય તે સ્વાભાવિક છે, તેવામાં જો પાલિકા દ્વારા દબાણ વાળી જગ્યાઓ ખુલ્લી કરી નાખવામાં આવે તો ટ્રાફિક સમસ્યાને હળવી બનાવી શકાય તેમ હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે.

પાલિકાએ સવાસર નાકા વિસ્તારમાં સુવિધાઓનો વધારો કરવો જોઈએ
આમતો ઐતિહાસિક અંજાર શહેર જેસલ-તોરલ સમાધિ, ગોવર્ધન પર્વત, નંદિશાળા વગેરે જેવા પ્રસિદ્ધ સ્થળોના કારણે પ્રખ્યાત છે અને જેના કારણે જ ખૂબ મોટી સંખ્યામાં બહારના લોકો ફરવા આવતા હોવાના કારણે શહેરમાં ટુરિઝમ ક્ષેત્રે વધારો થયો છે, તેવામાં હવે ભવ્ય સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ થઇ જતા અંજારમાં ટુરિઝમ ક્ષેત્રને ચાર ચાંદ લાગ્યા છે અને આ મંદિરની મુલાકાત લેવા બહારથી આવતા લોકોની સંખ્યામાં વધારો થશે તે પણ સ્વાભાવિક છે. જેથી નગરપાલિકા દ્વારા જો સવાસર નાકા વિસ્તારમાં પાર્કિંગ, સફાઈ વગેરે જેવી સુવિધાઓ વધારવામાં આવે તો લોકોની સાવળતોમાં પણ વધારો થશે તેવું જાણકારોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...