તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વપ્ન અપૂર્ણ:અંજારને સ્વચ્છતામાં નં. 1 બનાવવાનું સ્વપ્ન અપૂર્ણ રહ્યું

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિજીટાઇઝેશનમાં માનતા ચીફ ઓફિસરને વિદાઇ અપાઇ

ડિજીટાઇઝેશનમાં માનતા અને અંજારની સ્વચ્છતામાં નંબર વન લેવડાવવા માટે અનેક પ્રયત્નો કરી ચૂકેલા અંજારના ચીફ ઓફિસરને અંતે વિદાય આપવામાં આવી હતી જેથી અંજાર ને સ્વચ્છ બનાવવા નું સપનું ધોવાયું હતું.અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલ વિશે કહેવાતું હતું કે, સામાન્ય લોકો કરતા તેઓ અલગ વિચારો ધરાવતા હતા.

ડિજીટાઇઝેશનમાં માનતા અને અંજારને સ્વચ્છ બનાવી પાલિકાઓને દર વર્ષે મળતા રેન્કમાં નંબર વન મેળવવાનું સ્વપ્ન જોતા સી.ઓ.નો સ્વપ્ન ધોવાઈ ગયો હતો, કારણ કે અંદાજિત પોણા ચાર વર્ષ સુધી અંજાર નગરપાલિકા સાથે ચીફ ઓફિસર તરીકે જોડાયેલા રહ્યા હોવ છતાં કર્મચારીઓ કે પદાધિકારીઓનો જોઈએ તેવો સાથ ન મળ્યો હોવાથી સ્વચ્છતા રેન્કિંગમાં અંજાર નગરપાલિકા હંમેશા પાછળ જ રહી હતી.

પરિણામે કગીફ્ટ ઓફિસરનું સ્વપ્ન સાકાર થઈ શક્યું ન હતું. તેવામાં તેમની ડાકોર ખાતે બદલી થઈ જતા અંજાર નગરપાલિકા દ્વારા તેમનું વિદાયમાન યોજવામાં આવ્યું હતું. જેમાં સંજય પટેલે તમામ કર્મચારીઓ ઉત્તરોતર પ્રગતિ સાધતા રહે તેવી વાત કરી હતી. જે બાદ તમામ કર્મચારીઓ તેમજ પાલિકા પ્રમુખ લીલવંતીબેન તથા કાઉન્સિલર જ્યેન્દ્રસિંહ જાડેજાએ તેમનું સન્માન કરી વિદાય આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...