તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂર:અંજારને મળી વિકાસની ભેટ, નવી ARTO કચેરી 5.70 કરોડના ખર્ચે બનશે

અંજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પૂર્વ કચ્છનું વડું મથક અંજારને વધુ એક વિકાસની ભેટ મળી છે અને રાજકીય આગેવાનોની મહેનત થકી નવી એ.આર.ટી.ઓ કચેરીના સંકુલ માટેનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના મેઘપર-કું. ખાતે આર.ટી.ઓ કચેરી આવેલી છે, આ સંકુલ નાનું પડતું હોવાથી નવું સંકુલ બનાવવા રૂ. 7,18,17,820.26નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. તેની સામે રાજકોટની જે.પી. સ્ટર્કચર્સએ 20.52 ટકા ઓછા ભાવે ટેન્ડર ભરી રૂ. 5,70,80,803.54નું ટેન્ડર ભરતા તે ટેન્ડર કાર્યપાલક ઈજનેર કચેરી - માર્ગ અને મકાન વિભાગ (રાજય) ભૂજ-કચ્છ તરફથી તારીખ 04/12ના મંજૂર કરી ન્યુ એ.આર.ટી.ઓ કચેરી બાર માસની મર્યાદામાં તૈયાર કરી આપવા ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે.

આ નવી એ.આર.ટી.ઓ કચેરી અંજાર શહેરમાં વિશાળ જગ્યામાં બનાવવામાં આવશે. જેથી કરીને અંજાર શહેર સહિત પૂર્વ કચ્છ જિલ્લાને ખૂબ જ ઉપયોગી બનશે. આ ન્યુ એ.આર.ટી.ઓ કચેરી રાજયમંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહીરની મહેનત થકી બનતી હોઈ સૌ કોઈએ તેમને અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો