તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો ચુકાદો:અંજારની કોર્ટે ચેક બાઉન્સના કેસમાં બે વર્ષની સજા ફટકારી

અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બીજા કેસમાં એક વર્ષની સજા,બમણી રકમ ચૂકવવા હુકમ

અંજાર કોર્ટ દ્વારા બે અલગ અલગ ચેક બાઉન્સના કેસોમાં ધાક બેસાડતા ચુકાદાઓ આપવામાં આવ્યા હતા.આ અંગે મળતી વિગતો મુજબ જ્યુ. મેજી. ફ.ક. અંજાર કોર્ટમાં ફરીયાદી હરપાલસિંહ પ્રવિણસિંહ જાડેજાએ મુકેશ અરજણ ડાંગર, રહે. મકાન નંબર 16, એકતા નગર, અંજારને હાથ ઉધારા લીધેલ રકમ ન ચુકવતા તેમની વિરુધ્ધ રૂપિયા 1,25,000ની ચેક બાઉન્સની ફરીયાદ કરી હતી. તે કેસમાં બમણી રકમ એટલે કે રૂ. 2,50,000નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

જયારે બીજી તરફ એડી. ચીફ.જયુ.મેજી. અંજાર દ્વારા ફરીયાદી વિપુલકુમાર રણછોડભાઈ સોનીએ ગાંધીધામના પ્રકાશ શામજી મહેશ્વરી વિરુધ્ધ ઘી નેગેશીયેબલ ઈસ્યુમેન્ટ એકટની કલમ 138 મુજબની ચેક બાઉન્સ થયા અંગેની ફરીયાદ કરી હતી. તે ફરીયાદ મુજબ ફરીયાદી સોની વેપારી છે અને તેમની પાસેથી સોનાના દાગીના ખરીદ કર્યા બાદ આરોપીએ રૂા . 1,19,000નો ચેક આપ્યો હતો.

જે બાઉન્સ થતા આરોપીને એક વર્ષની સજા અને ચેકની બમણી રકમ વળતર પેટે ચુકવવાનો ચુકાદો આપ્યો હતો. આ બને કેસોની ટ્રાયલ દરમ્યાન બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ચુકાદાઓ સંભળાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બન્ને કેસોમાં ફરીયાદીના વકીલ તરીકે સચિન એચ. પલણ હાજર રહી દલીલ કરી હતી તેમજ એડવોકેટ વિનોદ એમ. મહેશ્વરી તથા ભરત એમ. અભાણી પણ સાથે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો