મતદાન:અંજાર બાર એસો. ચૂંટણીમાં 22 ઉમેદવારો મેદાને, આજે જંગ

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 211 મતદારો મત આપશે, સાંજ સુધીમાં પરિણામ પણ જાહેર થઈ જશે

અંજાર બાર એસોસિએશનની ચૂંટણી માટે કુલ 22 ઉમેદવારો મેદાને છે. જે માટે આજે 211 મતદારો મોતના મતાધિકારનો ઉપયોગ કરશે અને સાંજ સુધીમાં પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. આ અંગે મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યની સાથે અંજાર બાર એસોસિએશનની ચૂંટણી પણ આજે યોજાશે. જે માટે અલગ અલગ હોદ્દા માટે કુલ 22 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં પ્રમુખ માટે 3, ઉપપ્રમુખ માટે 2, મહિલા ઉપપ્રમુખ માટે 2, મંત્રી માટે 2, સહમંત્રી માટે 2, ખજાનચી માટે 2 અને કારોબારી સભ્ય માટે 9 મળી કુલ 22 ઉમેદવારો હાલ મેદાને છે.

તો બીજી તરફ મહિલા સહમંત્રી તરીકે કોમલબેન દયારામભાઈ જેઠવા બિનહરીફ જાહેર થયેલા છે. જેથી આજે 22 ઉમેદવારો માટે કુલ 211 મતદારો પોતાનો મત આપશે, જે મતદાનનો પરિણામ સાંજ સુધીમાં જાહેર પણ કરી દેવામાં આવશે. તેવું મુખ્ય ચૂંટણી અધિકારી પરાગ એમ. વરુ અને મદદનીશ ચૂંટણી અધિકારી વિજય એમ. ફુફલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. બાર એસોસિએશનની આ ચૂંટણીમાં 22 ઉમેદવારોનું શું પરિણામ આવશે તે સાંજ સુધી સ્પષ્ટ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...