તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં રોષ:અંજારની સોસાયટીમાં દૂષિત પીવાનું પાણી વિતરણ થતા રોષ ફેલાયો

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની બેદરકારીથી રોગચાળો ફેલાવાનો ભય

અંજારની સોસાયટીમાં ચોમાસાની સિઝન સમયે જ દુષિત પીવાના પાણીનો વિતરણ થતા લોકોમાં રોષ ઉત્પન્ન થયો છે અને કોઈ મોટો રોગચાળો ફેલાય તેવી દહેશત વર્તાઈ રહી છે.અંજાર શહેરના વોર્ડ નં. 1માં આવેલી ક્રિષ્ના નગર-2 સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી દુષિત પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જે સંદર્ભે સ્થાનિક લોકોએ પાલિકામાં રજુઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી, ગંદુ તેમજ ગટરની વાસ મારતું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી તેમજ ચોમાસાની સિઝન આવી રહી હોવાથી આ વિસ્તારના લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત વર્તાઈ રહી છે. ત્યારે સ્થાનિક કાઉન્સિલર દ્વારા અંગત રસ લઈ તાત્કાલિક આ સમસ્યાનો સમાધાન લાવવામાં આવે તેવું સ્થાનિકો જણાવી રહ્યા હતા.

વોર્ડ નં. 1માં સફાઈનો પણ અભાવ, સત્તાપક્ષના કાઉન્સિલો કંટાળ્યા
અંજારનો વોર્ડ નં. 1 ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વિસ્તારમાં જ છેલ્લા લાંબા સમયથી સફાઈ ન થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તો બીજી તરફ નવો આવેલો સફાઈ કોન્ટ્રાકટર ખુદ સત્તાપક્ષના કાઉન્સિલરોને પણ દાદ ન આપતો હોવાથી સફાઈની ફરિયાદોથી ખુદ કાઉન્સિલરો પણ કંટાળી ગયા હોવાની ચર્ચા ઉઠી છે. આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે લોકો હેરાન બન્યા છે અને કાઉન્સીલરોને આ બાબતે વારંવાર રજૂઆત કરે છે.

અન્ય સમાચારો પણ છે...