અકસ્માત:રતનાલ નજીક અકસ્માતમાં ઘાયલ થયેલા વૃદ્ધે સારવાર દરમ્યાન દમ તોડ્યો

અંજાર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના રતનાલ ગામ નજીક બાઇક પર જઈ રહેલા બે વૃદ્ધને ટ્રકે પાછળથી ટક્કર મારતા 1નું મૃત્યુ થયું હતું જ્યારે 1 ઘાયલ થયા હતા. જે ઘાયલ થયેલા વૃદ્ધે પણ સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ તા. 24/12ના સાંજે રતનાલ ગામે રહેતા 71 વર્ષીય રૂપાભાઈ ગોપાલભાઈ માતા તથા તેમના મિત્ર 74 વર્ષીય ગોપાલભાઈ સુથાર બાઇક પર રતનાલથી આર.કે. નગર તરફથી જતા હતા ત્યારે એક ટ્રકના ચાલકે તેમની બાઈકના પાછળના ભાગેથી ટક્કર મારી હતી. જેના કારણે બાઇકમાં બેઠેલા રૂપાભાઇને ઇજાઓ થતા તે બેભાન થઈ ગયા હતા.

ઉપરાંત તેમની સાથેના ગોપાલભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી બંનેને ભુજની અલગ અલગ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગોપાલભાઈનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. તો ગંભીર રીતે ઘાયલ થયેલા રૂપાભાઇને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જેમણે ભુજની જી.કે. જનરલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તા. 5/1ના સાંજના અરસામાં દમ તોડી દીધો હતો. જે બાદ અંજાર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...