તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારાસભ્યએ લીલીઝંડી આપી:અંજારના સાર્વજનિક સ્મશાનમાં અંતિમ વિધિ માટે વિદ્યુત સગડી મુકાશે

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર સમક્ષ રજૂઆત માટે સી.ઓ.ને સત્તા અપાઈ,ધારાસભ્યએ લીલીઝંડી આપી

અંજારના સાર્વજનિક હિન્દૂ સ્મશાનમાં ઇલેક્સ્ટ્રીક સગડી મુકવા માટે હિલચાલ તેજ થઈ છે અને ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ આપવાની મંજૂરી આપી દેવામાં આવતા હવે સરકાર પાસે દરખાસ્ત કરવા માટે સી.ઓ.ને અધિકૃત કરવામાં આવ્યા છે.આ અંગે મળતી માહિતી મુજબ કોરોનાના સમયમાં જ્યારે મોટા પ્રમાણમાં લોકોના મૃત્યુ થઈ રહ્યા હતા અને ઇલેક્સ્ટ્રીક સગડીની ખાસ જરૂરિયાત ઉભી થઈ હોવાથી અંજાર નગરપાલિકાના પદાધિકારીઓએ અંજારના ધારાસભ્ય અને રાજયમંત્રી વાસણભાઇ આહીર સમક્ષ હિન્દૂ સાર્વજનિક સ્મશાનમાં ઇલેક્ટ્રિક સગડી મુકવા માટેની ગ્રાન્ટ ફાળવવા માંગણી મૂકી હતી.

જે સંદર્ભે ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવવાની તૈયારી બતાવી લીલીઝંડી આપતા અંજાર નગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં અંજાર પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને ઇલેક્ટ્રિક સગડી માટે સરકાર સમક્ષ દરખાસ્ત મુકવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. જેથી તાત્કાલિક ધોરણે દરખાસ્ત કરી દેવામાં આવતા હવે ટુક સમયમાં જ અંજારના સાર્વજનિક હિન્દૂ સ્મશાનમાં ઇલેક્ટ્રિક સગડી લાગી જશે.

અન્ય સમાચારો પણ છે...