તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાન્ટ મંજુર:અંજારના હિન્દુ સાર્વજનિક સ્મશાનમાં 35 લાખના ખર્ચે ઇલેક્ટ્રિક સગડી લગાવાશે

અંજાર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની રજૂઆત બાદ સૈદ્ધાંતિક મંજૂરી સાથે ગ્રાન્ટ મંજુર કરાઈ

અંજારના હિન્દૂ સાર્વજનિક સ્મશાનમાં સૈદ્ધાંતિક મંજૂરી સાથે રૂ. 35 લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવતા હવે ઇલેક્ટ્રિક સગડી લગાવવામાં આવશે.

આ અંગે મળતી માહિતી મુજબ કોરોના કાળમાં મૃત્યુ પામનાર સ્વજનોને મૃતકના શરીરને અગ્નિદાહ કાર્યમાં પડેલી મુશ્કેલી બાદ નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા રાજયમંત્રી વાસણભાઇ આહીર સમક્ષ હિન્દૂ સાર્વજનિક સ્મશાનમાં ગેસ આધારિત ઇલેક્ટ્રિક સગડી બેસાડવા માટે રજુઆત કરી હતી. જેથી રાજયમંત્રી દ્વારા આ બાબતે અંગત રસ લઈ પ્રયત્નો કરતા ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા સ્થિનિક અગત્યતા ધરાવતા સામુહિક વિકાસ કામોની પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2021-22 ગ્રાન્ટ હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી મેળવી અંદાજિત રૂ. 35 લાખના ખર્ચે આ કામગીરીને મંજૂરી આપી દેવામાં આવી છે. નગરપાલિકાની રજૂઆતને તાત્કાલિક પ્રતિસાદ મળતા અંજાર શહેરના સાર્વજનિક સ્મશાનમાં અગ્નિદાહ કાર્યમાં ઝડપ થવાની સાથે સાથે વૃક્ષોની અને ઉર્જાની પણ બચત થશે. તેવું પાલિકાના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સાર્વજનિક સ્મશાનમાં રીનોવેશન કામગીરીની પણ જરૂરિયાત
હિન્દૂ સાર્વજનિક સ્મશાનમાં ગેસ આધારિત સગડી મુકવામાં આવશે તે ખૂબ સારી વાત કહેવાય પરંતુ સાથે સાથે આ સ્મશાનનું રીનોવેશન પણ કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. યોગ્ય સારસંભાળ રાખવામાં ન આવતી હોવાથી સ્મશાનની દશા બગડી છે ત્યારે ઇલેક્ટ્રિક સગડી બેસાડવાની સાથે અન્ય વિકાસકામો પણ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...