તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેળો ન હોવા છતાં ભીડ જામી:અંજારમાં શીતળા સાતમનો મેળો ન હોવા છતાં લોકો સ્વયંભૂ દર્શને પહોંચ્યા

અંજાર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં લોકો આવતા મેળા જેવી જ ભીડ જામી

અંજારમાં સાતમ-આઠમ નિમિતે દર વરસી વર્ષો જૂની પરંપરા મુજબ અજેપાર ચોકમાં 2 દિવસીય મેળો ભરાય છે. પરંતુ કોરોના મહામારીના કારણે ગત વર્ષે મેળો ભરાયો ન હતો. તો આ વર્ષે પણ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવતા મેળો ભરવા દેવામાં આવ્યો ન હતો.

અંજાર વિસ્તારમાં કોરોના સંક્રમણ નહિવત થઈ જતા લોકોએ આ વર્ષે મેળો ન ભરાયો હોવા છતાં પણ શીતળા સાતમ નિમિતે માતાજીના દર્શન કરવા માટે સ્વયંભૂ અજેપાર ચોકમાં આવેલા પૌરાણિક શીતળા માતાના મંદિરે આવી પહોંચ્યા હતા. જેના કારણે વહેલી સવારથી જ અજેપાર ચોકમાં માનવ મહેરામણ ઉમટેલો દેખાયો હતો અને નાસ્તાની લારીઓ, ચિચોડા વગેરે ન હોવા છતાં પણ જાણે મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાય હતા.

રાપરના પૌરાણિક શીતળા માતાજીએ ભાવિકો ઉમટ્યા..

શીતળા સાતમ રાપરના નગાસર તળાવ પર આવેલા પૌરાણિક શીતળા માતાજીના મંદિર ખાતે લોકો દર્શનાર્થે ઉમટી પડયાં હતાં. વહેલી સવારથી ભીડ જોવા મળી હતી. મેળો કોરોનાની મહામારી વચ્ચે રદ્દ કરવામાં આવ્યો હતો.

શહેરના અગ્રણીઅો નગરપાલિકા પ્રમુખ અમરતબેન વાવીયા, ઉમેશ સોની, ભિખુભા સોઢા, નિલેશ માલી, લાલજી કારોત્રા, મેહુલ જોશી, રમેશભાઈ શિયારીયા, ભાવિન મીરાણી, શૈલેષ ચંદે, વાલજીભાઇ વાવીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. રાપર પીઅાઇ પી. એન. ઝીંઝુવાડીયાએ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરાવ્યું હતું. વ્યવસ્થા મંદિરના પુજારી વિનોદગીરી ગુસાઈએ સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...