તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ચાંદ્રાણીમાં મુસ્લિમ સમાજવાડીની જમીન પર કબજો કરાયાનો આક્ષેપ

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ કોંગ્રેસ અગ્રણીએ પોલીસ રક્ષણ માંગ્યું

અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે મુસ્લિમ સમાજવાડીની જગ્યા પર કબજો કરવા સમાજના લોકો પર ભયનો વાતાવરણ ઉભું કરાતા પોલીસ રક્ષણ આપવા માટે રાજ્યના પોલીસ વડાને પત્ર લખાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માજી મંત્રી હાજી જુમા રાયમાએ પોલીસ વડાને પત્ર લખી જણાવ્યું હતું કે, તા. 17/6નાં અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે કોમવાદી તત્વોનું એક જૂથ આગોતરા આયોજન સાથે હથિયારો સાથે મુસ્લિમ સમાજના લોકોના ઘરે જઈ મુસ્લિમ સમાજવાડીની જમીન પર કબ્જો કરવા શાંતિ ભંગ કરવાની કોશિશ કરી હતી.

સમગ્ર હકીકત એવી છે કે, ભૂકંપ પછી ચાંદ્રાણી ગામનું પુનર્વસન થયુ છે, તે વખતે દરેક સમાજને સમાજવાડી બનાવવાની જગ્યા જે તે વખતના સરપંચ અને આગેવાનોએ ફાળવી હતી અને 20 વર્ષથી મુસ્લિમ સમાજવાડી માટે અપાયેલ જગ્યા મુસ્લિમ સમાજ પાસે છે. હમણાં અચાનક ગામના સરપંચ તથા અન્ય લોકો દ્વારા મુસ્લિમ સમાજની સમાજવાડીની જગ્યા ઉપર કન્યાશાળા બાંધવાની છે, તેવું ગ્રામ પંચાયતમાં એક ઠરાવ કરી (હકીકતમાં કન્યાશાળા મંજૂર થઇ જ નથી)ને અમુક કોમવાદી તત્વો દ્વારા આગલા દિવસે ટોળા ભેગા કરી મુસ્લિમ સમાજના 30 ઘરોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું.

સ્થાનિક પોલીસે પણ મુસ્લિમ સમાજને જગ્યા ખાલી કરવા દબાણ કર્યું હતું. પોલીસ કાયદો વ્યવસ્થાને બદલે ત્યાં રેવેન્યુ ડીપાર્ટમેન્ટનું કામ કરે છે તે બંધ કરી પોલીસ લોકોની જાનમાલનું રક્ષણ કરે અન્યથા ગમે ત્યારે મોટું ઘર્ષણ થશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...