તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાવો:ભીમાસર (ભુ) પંચાયત દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નિયામકને કરાઈ લેખિત ફરિયાદ

અંજારના ભીમાસર જૂથ પંચાયત દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચાર કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડમાં આવ્યું હોવાના આક્ષેપો સાથે જાગૃત નાગરિક દ્વારા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નિયામકની લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

આ અંગે ગળપાદર ગામે રહેતા નવીન મ્યાજર મ્યાત્રા દ્વારા આક્ષેપો સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે કે, અંજાર તાલુકાના ભીમાસર જુથ ગ્રામ પંચાયત દ્વારા સ્ટેટ હાઈવેથી નેશનલ હાઈવેને જોડતો રસ્તો પંચાયતના જે તે વખતના સરપંચ દ્વારા ખાનગી કંપનીઓના લાભ માટે કંપનીઓ પાસેથી મોટી રકમ ઉઘરાવી ખાનગી માલિકીની જમીનોમાંથી તેમજ સરકારી ટ્રાવર્સ પૈકીની જમીનમાંથી ખોટી રીતે સરકારની તિજોરીમાંથી રૂા. 7,27,735 જેવી જંગી રકમ ઉચાપત કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. તેમજ જો આ બાબતની તપાસ કરવામાં આવે તો અનેક કર્મચારી સાથે મળી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવે તેમ છે. વરસાણા નેશનલ હાઈવેથી અંજાર સ્ટેટ હાઈવેને જોડતો એપ્રોચ રોડ વાળો આ રસ્તો ડી.આઈ.એલ.આર. ના નકશામાં પણ નથી તેમજ તે જગ્યાએ કોઈ રાજમાર્ગ કે ગાડામાર્ગ પણ કયારેય ન હતું તેમ છતાં કાયદાથી ઉપરવટ જઈ માત્ર કંપનીઓના લાભ માટે રસ્તો બનાવવામાં આવ્યો છે.

અગાઉ પણ કલેકટર સમક્ષ સ્વાગત નિવારણ હેઠળ ફરીયાદ કરી હતી તેમાં ટીડીઓ દ્વારા માત્ર ભીમાસર ગ્રામ પંચાયતના તલાટી સહમંત્રીનું નિવેદન લીધુ હતું અને સ્થાનિકે પંચનામામાં પંચાયતના મળતીયાઓની ખોટી સહી કરાવી હતી. હાલના સરપંચ દ્વારા પણ ખોટી રીતે નિવેદન આપવામાં આવ્યું છે. જેથી આ બાબતની ઊંડાણ પૂર્વક તપાસ થાય તેવી માંગ સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

આ માર્ગ બાબતે આર.ટી.આઈ. મારફતે પણ યોગ્ય જવાબ ન મળતો હોવાના આક્ષેપ
અરજીમાં જણાવ્યા મુજબ આ રસ્તા બાબતે આરટીઆઈ દ્વારા અનેક જગ્યાએ માહિતી માંગવામાં આવી છે પરંતુ યોગ્ય માહિતી ન આપી માહિતી છુપાવવામાં આવે છે. જેથી આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ તાત્કાલિક ફરીયાદ નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો