તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:અંજારમાં કોરોના દર્દીની સગવડ બાબતે નગરસેવક દ્વારા ઉદ્ધત જવાબનો આક્ષેપ

અંજાર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વકીલે નગરસેવક સાથે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ કરી
 • વકીલ અવર-નવર નશાયુક્ત હાલતમાં મને પરેશાન કરે છે- કાઉન્સિલર

અંજારમાં કોરોના બાબતે કોઈ મદદ જોઈએ તો સ્થાનિક નગરસેવકને ફોન કરો તેવા કેમ્પઈન હેઠળ અંજારના એક વકીલે કોરોનાના દર્દીની સગવડ બાબતે કાઉન્સિલરને ફોન કર્યો હતો. જે દરમ્યાન નગરસેવકે ઉદ્ધત જવાબ આપ્યો હોવાનો વકીલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ અંજારના વોર્ડ 5ની સોસાયટીમાં કોરોના દર્દીને સગવડ ન મળતાં સ્થાનિક રહેવાસી અને વકીલ નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા અંજાર નગરપાલિકા દ્વારા બહાર પાડેલ નગરસેવકોની ફોન નંબરની યાદી માંથી પોતાના વિસ્તારના નગરસેવક જ્યેન્દ્રસિંહ જાડેજાને મદદ માટે ફોન કરતાં કાઉન્સિલર દ્વારા આ આરોગ્ય વિભાગની જવાબદારી છે. આમાં આમારું કંઈ ન ચાલે, અમારી કોઈ જવાબદારી નથી. એવો ઉડાઉ જવાબ આપી પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી લીધા હતાં અને ઘરમાં પાણી આવે છે કે નહીં તેવું કહી વાત ઉડાવી દીધી હતી.

રહેવાસીની વારંવાર રજૂઆત છતાં નગરસેવકે 108 અને આરોગ્ય વિભાગ પાસે મદદ માગવા જ ભલામણ કરી પોતાની અને સરકારની કોઈ જવાબદારી નથી, એવું કહી નૈતિક ફરજમાંથી દૂર ભાગી રહ્યા હતા અને પોતા તરફથી કોઈ મદદ નહિ થાય એવું રટણ જ કર્યું હતું. જે બાબતે મદદ માંગનાર વકીલ દ્વારા નગરસેવક સાથે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી હતી.

આ અંગે નગરસેવક જ્યેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આક્ષેપો કરનાર નરેન્દ્રસિંહ અવર-નવર નશાયુક્ત હાલતમાં મને ફોન કરી પરેશાન કરે છે, મેં ફોનમાં પણ ઘરને સેનેટાઇઝ કરવું છે?, નગરપાલિકાની એમ્બ્યુલન્સ મુકું? તેવી વાત કરી હતી પરંતુ તે સાંભળવા જ તૈયાર ન હતા અને અન્ય વાતોને લઈ મને પરેશાન કરતા હતા. તેમના આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે. આ બાબતે હું આગળ કાર્યવાહી પણ કરીશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો