હુમલો:ચૂંટણી બાદ સતાપરમાં વાતાવરણ બન્યું તંગ, વિજયી સરઘસમાં મારામારી થતા 9 ઇજાગ્રસ્ત

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રારંભે બોલાચાલી બાદ પથ્થરોના છુટા ઘા કરાયા, સામાપક્ષે લાકડીથી માર મરાયાની ફરિયાદ

અંજારની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સતાપર ગામનું પરિણામ જાહેર થયા બાદ વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો. જેમાં હારેલા અને જીતેલા ઉમેદવારો વાંચ્ચે બોલાચાલી થતા મારમારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને પક્ષોના કુલ 9 લોકો ઘાયલ થયા હતા.

અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના જુના સતાપર ગામે આ બનાવ સાંજે 4-30 વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં સરપંચ પદના ઉમેદવાર ગીતાબેન ડુંગરીયા જીતી જતા તેમનો વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો. જે દરમ્યાન જુના ગામમાં માતાજીએ દર્શન કરવા જતાં સમયે હારેલા અને જીતેલા પક્ષોના અમુક સભ્યો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. જેમાં એક પક્ષે છુટા પથ્થરો તો બીજા પક્ષે લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો.

આ મારામારીના બનાવમાં એક પક્ષના ભગવાન આહીર, રાજેશ ઉંદરિયા, બલી શંકર ઉંદરિયા, લાલજી ધનજી માતા, શાંતિબેન માતા, બંસરી માતા તથા દિવ્યા માતા ઘાયલ થયા હતા. તો સામાપક્ષે પુરીબેન લક્ષ્મણ આહીર અને હેતલ રાણા ઘાયલ થયા હતા. આ તમામ ઘાયલોને અંજારની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ 2 લોકોને વધુ સારવારની જરૂરત હોતા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાયે ખસેડવામાં આવ્યા હતા.

બનાવ બાદ એસપી સહિતનો પોલીસ કાફલો ખડકી દેવાયો
અંજાર તાલુકાના સતાપર ગામે મારમારીનો બનાવ બનતા મામલો વધુ ઉગ્ર ન બને તે માટે પૂર્વ કચ્છના એસ.પી. મયુર પાટીલ, અંજારના ડીવાયએસપી વાઘેલા, એલસીબી, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સહિતનો કાફલો અંજાર દોડી આવ્યો હતો અને સતાપરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સતાપરમાં કરફ્યુ લાગ્યો હોવાની અફવા ઉડી
સતાપર ગામે મારમારીનો બનાવ બનતા અંજારથી સતાપર જતા માર્ગ અને સતાપર ગામમાં કારફ્યુલગી ગયો હોવાની ખોટી અફવાઓ સમગ્ર કચ્છમાં ફેલાઈ ગઈ હતી. પોલીસ ની સક્રિય કામગીરીના કારણે આ અફવા ઉડી હોવાની વાતો વહેતી થતા એક તબક્કે તંગદિલી સર્જાઈ હતી. પરંતુ સમય જતાં બધું શાંત પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...