અંજારની ખાનગી કંપનીમાં સાથે કામ કરતી મહિલાને પ્રેમમાં ફસાવ્યા બાદ તેની સાથે 6 વર્ષ સુધી દુષ્કાર્મ આચરી મહિલાની સોશ્યલ મીડિયામાં ખોટી આઈડી બનાવી ફોટાઓ વાયરલ કરી તેમજ મહિલાના ભાઈને બિભસ્ત કલીપો મૂકી મહિલાને માર મારવાના બનાવ અંતર્ગત નોંધાયેલી ફરિયાદમાં આરોપીની અટક કરાઈ છે.મૂળ યુપી અને હાલે મેઘપર-બો.ની સોસાયટીમાં રહેતી 27 વર્ષીય ભોગ બનનાર માહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે બિહારમાં રહેતો આરોપી બાબુદ્દીન જમાલુદ્દીન અંસારી ભોગ બનનાર મહિલા સાથે અંજારની વેલ્સપન કંપનીમાં કામ કરતો હતો.
જે દરમ્યાન મહિલાને પ્રેમમાં ફસાવી તેના સાથે ફોટા પડાવ્યા હતા અને તા. 15/11/2014થી હાલ સુધીના છ વર્ષના સમયગાળામાં મહિલાના બિભસ્ત વિડીયો ઉતારી વાયરલ કરી દેવાની ધમકી આપી મહિલા પર અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું તેમજ મહિલાના નામની સોશ્યલ મીડિયામાં ખોટી આઈડી બનાવી તેના પર મહિલાના ફોટા વાયરલ કર્યા હતા. આ ઉપરાંત ભોગ બનનારના ભાઈ અને પરિવારજનોને આરોપીએ બિભસ્ત વિડીયો પણ મોકલ્યા હતા. જે બાદ ભોગબનનાર મહિલાને આરોપીએ થપ્પડ પણ મારી હતી. જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને કોવિડીનો રિપોર્ટ આવ્યા બાદ તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.